________________
૩૨.
આતમામ ! પ્રગટ થાવ
હે શુદ્ધાત્મા ! તું પ્રગટ થા. આતમરામ ! તારે જાગ્રત થવાનો અવસર થયો છે. ઊઠ, ઊઠ, ઘણું મોડું થયું છે. ક્ષણ-ક્ષણ પસાર થતાં અનંતકાળ પસાર થઈ ગયો. હવે તો આતમદેવ ! ઊઠો. ચેતનવંતુ ચોઘડીયું આવી ગયું છે. ઝળહળતી નવી ઉષા પૂર્ણપણે ખીલી ઊઠી છે. મારા પ્યારા આતમરામ ! હવે તો જાગો ને ! બાપુ! હવે નહિ ઊઠો તો કયારે ઊઠશો ? આનાથી વધુ રૂડો અવસર ફરી કયારે મળવાનો છે ? જેની આશામાં આ અમૂલ્ય અવસર એળે જવા દો છો ? અનંત આત્માઓ અત્યાર સુધી જાગ્રત થઈ ગયા. પોતાનું કાર્ય સાધી ગયા. માનવભવ, આર્યદેશ, જિનશાસન, સદ્ગુરુપ્રાપ્તિ, નીરોગી શરીર, ધર્મશ્રવણ, સમજણ, સાધના-જીવન, કલ્યાણમિત્રયોગ આદિ જાગ્રત કરનારી ઉત્તમોત્તમ સામગ્રી મળવા છતાં હજુ પણ કુંભકર્ણ-નિદ્રા નહિ છોડે તો ક્યારે છૂટાશે ?
જિનેશ્વરદેવની કૃપા, જિનશાસનનો પ્રભાવ, ભીની ભીની જિનભક્તિનું બળ, જિનાજ્ઞાની શરણાગતિ, ઉત્તમોત્તમ જિનદશાનું લક્ષ, સદ્ગુરૂની સહાય અને સિદ્ધ ભગવંતોનું વિશુદ્ધ આલંબન- આ બધા લોકોત્તર પીઠબળનો આધાર લઈને, હે પ્રાણપ્રિય શુદ્ધાત્મા ! તને હું અંતરાત્મા તરીકે પોકારી રહ્યો છું કે તું જાગ્રત થા, જાગ્રત થા. હવે તો તારી અનાદિ સ્વયંભૂ શક્તિના પ્રભાવે સ્વભાવનો ઉત્સાહ લાવીને, મલ-વિક્ષેપ-આવરણને ફગાવીને, રાગદ્વેષ-મોહને હટાવીને, દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મના સકંજામાંથી છટકીને, સ્મૃતિકલ્પના-સંકલ્પ-વિકલ્પના વિકૃત વમળમાંથી બહાર નીકળીને હે શુદ્ધાત્મા! તારા જ કલ્યાણ માટે તું પ્રગટ થા, પ્રગટ થા. પ્રયત્ન કર. પ્રગટ થવાશે. હિંમત કરીને જાગ્રત થા.
બહિરાત્મદશામાં રહીને તારો અક્ષમ્ય અપરાધ-અન્યાય જાણે-અજાણે મેં કરેલ છે. તેની મારે તારી પાસે માફી માગવી છે. એ માટે તું જાગ્રતથા.
હે શુદ્ધાત્મા ! તું પ્રગટ થા. તને ઠપકો નથી આપવો. પણ તારી સાથે ક્ષમાપના કરવી છે. મારે તને પૂજવો છે. તારા વંદન-પૂજન-સત્કારસન્માન કરવા હું અંતરાત્મા બનીને ઝંખી રહ્યો છું. તારા ઉપર નિર્દોષ . સ્વહિતાયૈવોત્થયમ્ । (સિદ્ધસેનીયા દ્વાત્રિંશિા-૮/૨૦)
૧૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org