________________
જેમ જ સીમાઓ નડતી હોય તો કાલ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરુષાર્થનો તું સ્વામી કઈ રીતે? તે બધા તારા દાસ કઈ રીતે ?
હે અરિહંત પરમાત્મા ! હું ભૂલ્યો. ખોટો આક્ષેપ કરવા બદલ માફી માગું છું. તને કોઈ મર્યાદા કે હદ હોય જ નહિ. પણ મેં મારી ભક્તિ અત્યાર સુધી તારા બદલે પુદ્ગલ તરફ રાખી. “અનાદિકાળથી પુદ્ગલ પ્રત્યેની ઝેરી પ્રીતિ કેળવીને તારી નજીક આવવાની, તારી સાથે હૃદયનો તાર જોડવાની લાયકાત પણ ગુમાવેલ છે. તેથી મારી જ અપાત્રતા મને અત્યારે નડી રહી છે.
હે અરિહંતો ! હે શુદ્ધાત્માઓ ! મારા ઉપર હવે તો અનુગ્રહ કરો. *પુદ્ગલદષ્ટિ દૂર થઈ આપના પ્રત્યે અપ્રતિમ ભક્તિભાવનો ઉછાળો મારા હૃદયમાં પ્રગટો. એક પણ ક્ષણ આપની ભક્તિ-સ્મૃતિ-પ્રીતિ-પ્રતીતિ વિસરાય નહિ એવી લાયકાત મારામાં પ્રગટો. આપની ભક્તિ જ મારું શરણ હો.
જિનભક્તિ શરણં મમ... જિનભક્તિ... શરણં... મમ...
5. કાળ સ્વભાવ ભવિતવ્યતા, એ સઘળા તુજ દાસી રે, મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજને સબળ વિશ્વાસ રે
(શ્રી ચિંતામણી પાર્શ્વનાથ સ્તવન-મહો. યશોવિ. કૃત) - પ્રીતિ અનાદિની વિષ ભરી, તે રીતે હો કરવા મુજ ભાવ....
(ઋષભજિનસ્તવન ૧૪, શ્રી દેવચંદ્રજી વાચક) * પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ (શ્રીદેવચંદ્રજી-વર્તમાન ચોવીશી ૧૫)
૧૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org