________________
39
જિનભક્તિ શeણં મમ
હે મારી આરાધનાના સ્વામી !
અનાદિકાળથી મોહની, મોહશાસનની ભક્તિના ચરણે, શરણે, સ્મરણ રહેલ હતો. એથી જ તારું શાસન મળવા છતાં, વ્યવહારથી ધર્મજગતમાં પ્રવેશ કરવા છતાં વિદ્વાન અને પ્રભાવક બનવા માટે તેને છોડી, તારી ભક્તિને ગૌણ કરી, આત્મભાન વગર ઉપલક રીતે સ્વાધ્યાય-તપ-ત્યાગસંયમને વળગી પડ્યો. ઉખર ભૂમિમાં આંબો વાવવાની ભૂલ કરી. પણ આજથી મારા સ્વામી ! હું તારા ચરણે, તારા શાસનના સ્મરણે, તારી ભક્તિના શરણે આવ્યો છું.
હે પરમકારુણ્યમૂર્તિ ! હવે અંતરમાં સમજાય છે કે આધ્યાત્મિક જગતમાં વાસ્તવિક રીતે તો તારી ભક્તિના ભરોસે જ હકીકતમાં હું જીવી શકું છું. મારી હોશિયારી, આવડતા, બુદ્ધિ, કળા, પુણ્યોદય ઉપર મુસ્તાક રહેવાથી તો કેવળ આત્મખુવારી જ થઈ છે. મારી બુદ્ધિથી અને પુરુષાર્થથી દોષના ગાઢ બંધન તૂટે તેવી કશી જ શકયતા નથી. મારા સ્વામી ! તારી ભીંજાતી ભક્તિના પ્રભાવથી જ મારા વિષય-કષાયના બંધન તૂટશે એવી પાકી શ્રદ્ધા છે. અને “તારી ભીની ભીની ભક્તિ એ જ ૧૪ પૂર્વનો, દ્વાદશાંગીનો, સઘળા શાસ્ત્રોનો સાર છે અને તે જ પરમાનંદમય મોક્ષનું બીજ છે'- એમ મારું હૈયું બોલે છે. આવા ઝળહળતા વિશ્વાસથી અને પરમ પ્રેમથી તારી ભક્તિની સીતાર વગાડવામાં હું ખોવાયો છું. છતાં પ્રભુ! મને મારા બંધનો નડી રહ્યા છે. દોષો આડખીલી કરી રહ્યા છે.
મને તો ઘણી બધી મર્યાદાઓ છે. મારા સીમાડા ખૂબ ટૂંકા છે. પણ તારી શક્તિની તો કોઈ મર્યાદા નથી ને ! તું તો યં જ અસીમ છે ને ! તો પછી મારા કામ-ક્રોધના, રાગ-દ્વેષના ગૂઢ બંધનો તારા અનહદ સ્વયંભૂ સામર્થ્યથી તું તોડી નાંખ ને ! કે પછી તને પણ હકીકતમાં મારી જેમ જ મર્યાદાઓ નડે છે? જો તને પણ કોઈ સારું કામ કરવામાં મારી
.. तेसिं आहारणनायगाणं न करिज्ज जो नरो भत्तिं । ___धंतं पि संजमं तो सालिं सो ऊसरे ववइ ।। (आराधनापताका-४६५) A સામેતન્મય શ્રુતાઘેરવહિનાત્ |
રાવતી વીનં પરમાનસમ્પરીમ્ (દ્વત્રિશા જરૂર)
૧૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org