________________
30.
त्वामेकमर्हन् ! शरणं प्रपद्ये હે વીતરાગ અરિહંત ! એકમાત્ર તારું શરણ સ્વીકારું છું. મારે માત્ર તારું શરણ હો. તારું દાસપણું-સેવકપણું-આજ્ઞાપાલકપણું ઝંખું છું.
તેડહમ્
હું તારો સેવક છું. માત્ર તારો જ દાસ છું. જો કે તારી ચરણરજ બનવાની પણ મારામાં લાયકાત નથી. તારા સેવક કહેવડાવવાની પણ પાત્રતા ય નથી જ. છતાં પણ મારે તો માત્ર તારા દીનદાસ જ બનવું છે. અનંત વાર દુનિયાનો માલિક બનવા ગયો. પણ દુનિયાનો ગુલામ થઈબેઠો. મારા પ્રભુ ! મારે દુનિયાના દાસ પણ નથી થવું ને માલિક પણ નથી થવું.
હે જગતપતિ ! મારે તો કેવળ તારા ચરણકિંકર જ બનવું છે.
જો કે ઘણીવાર તારા સેવક બનવાની વાત કરીને પણ ઊલટો જ વર્યો છું. તારા બદલે મોહનો જ દાસ બનીને અનંત કાળ પસાર કર્યો છે.
તારો સેવક બનવું છે' એમ કહીને પણ અંતે તો હું રાગ-દ્વેષ-મોહનો જ સામે ચાલીને ગુલામ બની બેઠો. તેથી હવે તારા દાસ-સેવક બનવાની વાત કરવાનો પણ મારો અધિકાર મેં ગુમાવેલ જ છે. કયા મોઢે તારી પાસે આ વાત કરું ? એ જ સમજાતું નથી. છતાં અંતરમાં ઊંડેઊંડે ભાવના તો એક જ છે કે મારે તારા દાસ જ બનવું છે.
ઈષ્ટાનિષ્ટ સ્મૃતિ-કલ્પના-સંકલ્પ-વિકલ્પને મારી જાત અનંત વાર સોંપી. તેના પરિણામરૂપે કેવળ દુર્ગતિ-દુઃખ-દરિદ્રતા-દીનતા-હીનતા સિવાય કશું ય મળ્યું નથી. તને ખરા હૃદયથી મારી જાત કયારેય સોંપી નથી. તેના પરિણામરૂપે જ આ દેહધારી દશામાં ફસાયેલ છું. મોહધારી દશામાં અટવાયેલ છું.
આ મૂઢ દશામાંથી કાયમી છુટકારો મેળવવા હે અરિહંત ! એકમાત્ર તારું શરણ સ્વીકારું છું. મારી ચેતના તને ભળાવું છું. જેમ યોગ્ય વર સાથે પુત્રીને પરણાવી, પતિને વફાદાર રહેવાની-પતિવ્રતા બનવાની પુત્રીને સલાહ આપીને બાપ નિશ્ચિત થાય તેમ છે વીતરાગ અરિહંત ! મારી ચિત્તવૃત્તિને, ચેતનાને આપની જોડે પરણાવીને, આપને સોંપીને, આપને વફાદાર રહેવાની તેને સલાહ અને કેળવણી આપીને હું નિશ્ચિત થયો છું.
ત્વમેકમઈન્ ! શરણે પ્રપશે. (શકસ્તવ)
૧૭પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org