________________
૨૯.
જિનશાસન શeણં મમ: હે હૃદયવિશ્રામી !
તારી અલૌકિક વાત સાંભળીને આત્મા કોઈક અપૂર્વ પ્રગાઢ શાંતિને અનુભવી રહ્યો છે. પૂર્વે કદિ ન મળેલો એવો આ મંત્રસ્મરણમાં લાગી જવાનો તારો માર્ગ જાણવા માત્રથી જ આટલી અદ્દભુત ઠંડક થાય છે તો મારા જીવનમાં એ આત્મસાત્ થશે ત્યારે મારી આત્મદશા કેવી બેનમુન અને અવર્ય હશે ? તેની કલ્પના પણ દિલમાં અનેરી ઠંડક આપે છે, રોમાંચ ઊભા કરે છે, હૃદયને વિકસ્વર કરે છે.
તે બતાવેલ ત્રણેય મંત્ર અને અવાન્તર મન્નોનું સ્વરૂપ જેમ જેમ વિચારું છું તેમ તેમ હૈયું હિલોળે ચઢે છે, આત્મા પુલકિત થાય છે.
પીઠિકાસ્વરૂપ લબ્ધિમંત્ર તો કમાલ ભરેલો છે. “જિનશાસન શરણં મમ” બોલવા માત્રથી તમામ રોમરાજી વિકસિત થાય છે. તેનો અર્થ-પદાર્થપરમાર્થ-ગૂઢાર્થ તો ગજબનો છે.
અહો ! શ્રી જિનશાસન એ સમગ્ર વિશ્વની મહાસત્તા છે, સર્વવ્યાપી નૈસર્ગિક ધર્મસત્તા છે. તે શાશ્વત અને અપ્રતિહત છે, અચલ અને અડોલ છે. પ્રાણીમાત્રનું, જીવમાત્રનું, સચરાચર જગતનું યોગક્ષેમ અને અનુશાસન કરનાર છે. કરોડો સૂર્યનું પ્રતાપી તેજ જિનશાસનમાં નિહિત છે. અબજો શરદપૂનમના ચંદ્રની સૌમ્યતા-પરિપૂર્ણતા-આહલાદકતા જિનશાસનમાં ધરબાયેલ છે. સર્વ ગુણોનું, શુદ્ધિનું, પુષ્ટિનું, ઉર્જાનું આદ્ય ઉદ્દગમસ્થાન શ્રી જિનશાસન છે.
રાગ-દ્વેષને જીતનારા હે જિનેશ્વર ભગવંત ! આપે જગતના જીવોને રાગદ્વેષ જીતાડવા માટે સ્થાપેલ શાસનનું શરણ સ્વીકારું છું. કારણ કે આપના કરતાં પણ આપનું શાસન ચઢિયાતું છે. શાસનપતિ! તારા શાસનની શરણાગતિથી રાગાદિને જીતવાનું અખૂટ બળ મળો; સ્વયંભૂ સામર્થ્ય પ્રાપ્ત થાય. તે તીર્થપતિ ! કરુણા કરો. હે જિનશાસન ! અનુગ્રહ કરો. અરિહંતની અનંત કરૂણામાં સર્વદા પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ. - ઉર્દોિડપ પ્રવનિરર્ય પ્રધાન–ાત્ |
(विशेषावश्यकभाष्य-गा.१, मलधारवृत्तिः पृष्ठ-४)
૧૭૨ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org