________________
પ્રથમ ભાવનાથી સમ્યગ્દર્શનની ભૂમિકા દઢ થશે. બીજી ભાવનાથી સમ્યજ્ઞાનની યોગ્યતા તૈયાર થશે. તથા સ્વઅજ્ઞાનપ્રચ્છાદન સ્વરૂપ અનંતાનુબંધી માયા દૂર થશે.
ત્રીજી ભાવનાથી હૃદયમાં શાસન-મોક્ષમાર્ગ ઉગવાની લાયકાત આવશે. ઈચ્છાનિરોધસ્વરૂપ સમ્યફ તપની ભૂમિકા તૈયાર થશે. અને અનંતાનુબંધી લોભ ક્ષય થશે.
ચોથી ભાવનાથી સમ્યફ ચારિત્રની પાત્રતા પ્રગટશે. પ્રથમ અને ચોથી ભાવનાથી અનંતાનુબંધી માનકષાય ક્ષીણ થશે.
પાંચમી ભાવનાથી સાનુબંધ રીતે અપ્રતિપાતીપણે વર્ધમાનપરિણામે આત્મકલ્યાણ થશે અને અનંતાનુબંધી ક્રોધ રવાના થશે. કારણ કે અજાણતાથી પણ મોક્ષમાર્ગ અને મોક્ષમાર્ગના યાત્રીઓની થતી અપભ્રાજના વગેરે અનંતાનુબંધી ક્રોધ અને મહાઅનર્થકારી *મિથ્યાત્વ વિના શકય નથી.
સર્વ સુનયોનો સાર આ પાંચેય ભાવનામાં છૂપાયેલ છે. તેથી આસન્નભવ્યતાને વિકસાવવા માટે આ પાંચેય ભાવનારસાયણનું સેવન કરવામાં કૃપણ થયા વિના, અનન્યશરણતાપૂર્વક, વિકલ્પરહિત દઢ વિશ્વાસથી, પૂર્વોક્ત મંત્રસુખડીને મજેથી આરોગીને આધ્યાત્મિક આરોગ્યશક્તિ-સ્કૂર્તિ વહેલી તકે મેળવજે. આના પ્રભાવે, અત્યાર સુધી શરીરમાં જ જામેલી ચેતના, ત્યાંથી ઉઠીને આત્મામાં સ્થિર થશે. બેભાનપણે જડચેતનને એકરૂપે જોવાની કુટેવ છૂટી જશે. બાહ્ય વિકલ્પો ઓછા થશે, અંતર્જલ્પ ઘટશે, ઉપયોગ અંદરમાં ઠરશે, પછી ધ્યાન એ તારું જીવન બની જશે. પ્રત્યેક ક્રિયા ધ્યાનસ્વરૂપ બની જશે. પછી કોઈ શ્વાસ આત્મદર્શનપરમાત્મદર્શન વિનાનો નહિ જાય. આત્મા અને પરમાત્મા વચ્ચેનો કર્મકૃત કાલ્પનિક વિવાદાસ્પદ ભેદભાવ પણ આ ધ્યાનયોગ દ્વારા તાત્કાલિક જ દૂર થશે.
--
A : TFRનર્ચ મનિચે નામોનાં વર્તતે |
बध्नाति स तु मिथ्यात्वं महानर्थनिबन्धनम् ॥ (द्वात्रिंशिका ६/३० यशो.) * મદઝર-ર૩/-ર-રૂ .. आत्मनो हि परमात्मनि योऽभूद्, भेदबुद्धिकृत एव विवादः ।।
ध्यानसन्धिकृदमुं व्यपनीय द्रागभेदमनयोर्वितनोति ॥ (अध्यात्मसार १७।११)
૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org