________________
સંભાળ.' આ મંત્ર એટલે પરમાત્માનો ફોન નંબર. “પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધૃવાત્મા' એટલે આત્મા અને પરમાત્માની વાતચીત શરૂ. પણ એ માટે હૃદયના તારનું જોડાણ જોઈએ. અંદરની લાઈન ક્લિયર થવી જોઈએ. આ માટે કોઈ પણ પ્રકારના ઘેરામાં ઘેરાયા વગર, આત્મસ્વરૂપના અનુસંધાનમાં સચોટ મદદગાર થાય તેવા આ મંત્રસ્મરણના સહારે અસલી આત્મજીવનને ઝડપથી વિકસાવજે. તે માટે હૃદયને પાંચ પ્રકારની ભાવનાથી ભાવિત કરજે.
નિયતકાલીન મંત્રસ્મરણના પ્રારંભ પૂર્વે, મન અસ્થિર થાય તો મંત્રસ્મરણ દરમ્યાન તથા તત્પશ્ચાત્ (૧) “પ્રભુ ! હું અનંત દોષનો ઉકરડો છું. અધમાધમ-પતિત છું. તારો
અપરાધી અને ગુનેગાર છું. મને માફ કર.” આવી દોષસ્વીકારની હાર્દિક ભાવના. “પ્રભુ ! હું કશું જાણતો નથી, હું તો સાવ અજ્ઞાની છું.” આવી
અજ્ઞાન સ્વીકારની આંતરિક ભાવના. (૩) “પ્રભુ ! આપની કૃપાથી આપનો દુર્લભ-અમૂલ્ય લોકોત્તર
વીતરાગમાર્ગ-નિર્જરામાર્ગ-મોક્ષમાર્ગ મને પ્રાપ્ત થાવ. એ સિવાય બીજું કશું જ મને જોઈતું નથી. મારે કશું જ બનવું નથી આવી માર્ગપ્રાપ્તિની દર્દપૂર્ણ ભાવના. “પ્રભુ ! હું અશક્ત છું, અસમર્થ છું, નબળો-દૂબળો-પાંગળો છું, દીન-પામર-રાંક છું. મને પ્રેમથી આપના માર્ગે ચલાવે, દોડાવે, હરણફાળ ભરાવે, ઝડપથી ઉડ્ડયન કરાવે તેવી દિવ્ય સ્વયંભૂ અનંત શક્તિ આપો.” આવી અસામર્થ્ય સ્વીકારપૂર્વક મોક્ષમાર્ગે પ્રગતિ
કરવાની ભાવના. (૫) “પ્રભુ ! આપે બતાવેલ મોક્ષમાર્ગની કે મોક્ષમાર્ગના યાત્રીની જાયે
અજાણ્ય વિરાધના-આશાતના-અપભ્રાજના કે અન્યાય કરીને માર્ગભ્રષ્ટ કદિ પણ ના બને એવી હાર્દિક સમજણ-સંયોગ-સામગ્રી-સામર્થ્યસપુરૂષાર્થ આપની કૃપાથી નિરંતર બની રહો.' આવી માર્ગસ્થિરતાની માગણીથી ગર્ભિત ભાવના. આ પાંચેય ભાવનારસાયણનું નિત્ય સેવન કરજે.
૧૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org