________________
વિના, ‘જિનશાસન શરણં મમ' આ લબ્ધિમંત્રનું લયબદ્ધ રીતે ઉપયોગપૂર્વક સ્મરણ ક૨વામાં જોડાઈ જવું. કોઈ તાકાત નથી મોહની કે આ મંત્ર સામે તે ઊભો રહી શકે. તેને રવાના થયા વિના છૂટકો જ નથી. આ રીતે પ્રથમ મંત્રથી વાસનાઘેલું ને મોહમેલું મન શાંત થતાં બીજો મંત્ર યાદ કરી તરત તૃતીય મંત્રના સ્મરણમાં ઉપયોગપૂર્વક લીન થઈ જવું. આમ મહાવાક્યરૂપે ત્રીજો મંત્ર વણી લેવો.
પ્રસ્તુત મંત્રસ્મરણ સાધનામાં રત્નત્રયની આરાધના પણ સમાઈ જાય છે. ‘જિનશાસન શરણં મમ’- *આ મંત્ર દ્વારા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, નિર્મળતા, દઢતા થાય છે. બીજા મંત્ર દ્વારા સમ્યગ્ જ્ઞાનની, આત્મજ્ઞાનની ઉપાસના થાય છે. તથા ત્રીજા મંત્ર દ્વારા સમ્યક્ ચારિત્રની, આત્મસ્વભાવરમણતાની આરાધના થાય છે.
‘પ્રથમ મંત્ર સ્વયંભૂ ચૈતન્યવાળો હોવાથી તેમાં કોઈ બીજાક્ષર જોડવા જરૂરી નથી.’ એમ પૂર્વે જણાવ્યું હતું. તેમ છતાં તે મંત્ર લબ્ધિમંત્ર હોવાથી તે જ મંત્રના અવાન્તર પ્રકારસ્વરૂપે પ્રકાશિત થનારા (૧) *‘ત્વામેકમહૅન્ ! શરણં પ્રપદ્યે.’ (૨) >‘જિનશાસન શરણં મમ.' (૩) *‘જિનભક્તિ શરણું મમ.' (૪) ‘જિનાજ્ઞા શરણં મમ.' (૫) જિનદશા શરણં મમ.’
- આ પાંચેય મંત્રોથી હૃદયને ભાવિત કરવું. પ્રસ્તુતમાં તારા સાધ્ય તરીકે પાંચમો મંત્ર, તેના સાક્ષાત્ (Direct) સાધનની ભાવના રૂપે ચોથો મંત્ર, પરંપર (Indirect) સાધનની ભાવનારૂપે તૃતીય મંત્ર, સર્વોત્કૃષ્ટ યોગક્ષેમકારક તરીકેની ભાવનારૂપે બીજો મંત્ર, કૃતજ્ઞભાવે પ્રથમ મંત્ર- આમ પાંચ મંત્રોની ભાવનાથી ભાવિત હૃદય વડે ‘જિનશાસન શરણં મમ' આ લબ્ધિ મંત્રના સ્મરણમાં આત્મભાનસહિત જોડાયેલા રહેવું.
‘જિનશાસન શરણં મમ' એટલે S.T.D. કોડ નંબર. ‘આત્મન્ ! તારું
*. પ્રભુ તુજ શાસન વાસન સમક્તિ. (આદિજિનસ્તવન-જ્ઞાનવિમલસૂરિ) *. આ મંત્રના ભાવાર્થને સમજવા જુઓ પૃષ્ઠ. ૧૭૫
• शक्रस्तव श्रीसिद्धसेनदिवाकरकृत
આ મંત્રના ભાવાર્થને સમજવા જુઓ પૃષ્ઠ. ૧૭૨ ♦. આ મંત્રના ભાવાર્થને સમજવા જુઓ પૃષ્ઠ. ૧૭૬ ૭. આ મંત્રના ભાવાર્થને સમજવા જુઓ પૃષ્ઠ. ૧૭૮ . આ મંત્રના ભાવાર્થને સમજવા જુઓ પૃષ્ઠ. ૧૮૦
Jain Education International
For Private & Personal Use Only
૧૬૯
www.jainelibrary.org