________________
રહેવું. આત્મકલ્યાણ સધાય એ પ્રકારે બીજાક્ષરો જોડવા-બદલવા. નિદ્રાપ્રમાદ-આળસ-અનુપયોગ-અર્થશૂન્ય રટણ-ઉપયોગશૂન્ય ધૂન વગેરેથી બચવા રોજ અલગ-અલગ બીજાક્ષર જોડીને પણ મંત્રસ્મરણ થઈ શકે. આનાથી સહજ રીતે અર્થનો ઉપયોગ રહી શકે છે.
મંત્રના અર્થનું અનુસંધાન ચાલુ હોય તો મન બીજે ન ભટકે. અંતઃકરણ શાંત અને તૃપ્ત બને. માટે મંત્રસ્મરણકાળે પરમજાગ્રત આત્મસ્વભાવને ભજવામાં જરા પણ ગફલત ના કરવી. આમ થાય તો જ તેના પ્રબળ સંસ્કાર પડે, સ્કુરાયમાન મંત્રમૈતન્ય તારામાં પ્રગટે અને અનાદિ કાળથી સુષુપ્ત એવો આત્મા જાગ્રત થાય. માટે ત્રણેય મંત્રનું અર્થઉપયોગપૂર્વક સ્મરણ જ કરવાનું છે. સ્મરણસાધનામાં પ્રસ્તુત મંત્રનો જાપ કે ચિંતન કરવાનું નથી.
પ્રથમ બે મંત્ર વિશુદ્ધ વ્યવહારનય પ્રધાન છે. તૃતીયમંત્ર નિશ્ચયનયપ્રધાન છે. ત્રણેય મંત્રના સ્મરણનું મહા વાક્યરૂપે સમુચિત મિલન થવાથી જ ધ્યાનનો ઉદય થવા દ્વારા કાર્યસિદ્ધિ થશે.
ધ્યાનમાં આરૂઢ થતાં પૂર્વે “હે મન ! તું સાંભળ. હું હમણાં ધ્યાન કરું છું તેમાં કર્મબંધ કરાવે તેવી કોઈ પણ ચીજને વચ્ચે લાવ્યા વિના માત્ર મારા પરમેશ્વરમાં તું લીન બની જા. મને મારું ઘર સંભાળવા દે. પરમાત્મધ્યાનમાં તું જરા પણ આડખીલી કરીશ નહિ.'-આ રીતે મનને સૂચના આપવી. તેમ છતાં પણ ધ્યાનમાં આડા અવળા સંકલ્પ-વિકલ્પ આવે ત્યારે “હે આત્મ! તું તારું સિદ્ધ સ્વરૂપ સંભાળ ને !' આમ બીજા મંત્રનું સ્મરણ કરવું. આમ સ્મરણ થતાં જ સંકલ્પ-વિકલ્પો, મેજીક પ્લેટમાંથી અક્ષરો ગાયબ થાય તેમ, રવાના થશે. વાસના ભૂખ્યું મન રાગાદિ વિભાવદશામાં ભટકે ત્યારે હું તો પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધૃવાત્મા છું.'- આ ત્રીજા મંત્રનું સ્મરણ કરવાથી, લાઈટ ચાલી જતાં ટી.વી.ના પડદા ઉપર દશ્યોની દોડધામ બંધ થાય તેમ, વિભાવ પરિણામની વણઝાર શાંત થાય છે.
તેમ છતાં ફરીથી વારંવાર મોહરાજા અલગ-અલગ રીતે તોફાન કરી જીવને છેતરે તો હૃદયમાં ઉત્તમ મંગલ શરણાગતિના ભાવ સાથે, વ્યગ્રતા 1. अंत:करणाकर्णय स्वात्माधीशं विहाय मान्यत्त्वम् ।
ध्याने यस्त्ववतारय यतस्तदन्यच्च बंधकरम् ।। (ध्यानदीपिका १७७) > મનોત્તમશરપાવ્યમાનસિ: |
વધુ સમાયાળેવ રન મોક્ષ પ્રયતે | (ચોરાશાસ્ત્ર ૮/૪ર)
૧૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org