________________
બનીને ગમે તે ક્રિયા કરે પણ ફરી-ફરીને પાછો ‘હું તો શુદ્ધોપયોગરૂપ ધ્રુવાત્મા છું, હું તો પૂર્ણાનંદમય છું.’ આવા અંતરંગ પરિણામમાં વિશ્રાન્ત થાય છે. કોઈ પણ ક્રિયા કરવા છતાં તેનું અંતઃકરણ તો શુદ્ધાત્મા તરફ જ હોય છે. આ મંત્ર સ્મરણના બળથી તમામ પ્રવૃત્તિ આત્મભાનસહિત અને વીતરાગભાવપૂર્વક થાય છે.
બધું કરીને અંતે તો અંતર્મુખતા જ કેળવવાની છે. તેના દ્વારા મનને નિર્મળ બનાવી સ્વાનુભૂતિ જ કરવાની છે. આ સ્મરણસાધનાથી તે બધું સરળતાથી થાય છે. આમ આ સ્મરણસાધના તો ચીકણાં પાપથી છૂટવાનો અને દોષના અનુબંધને તોડવાનો સરળ-સચોટ અને અમોઘ ઉપાય છે. આ રીતે અવારનવાર તમામ પ્રવૃત્તિમાં સ્વરસતઃ એકમાત્ર આત્મભાનઆત્મવેદના-આત્મસંવેદનને ઘૂંટવાના પ્રભાવ થકી ૫૨૫દાર્થના આકર્ષણથી જીવ પૂર્ણતયા મુક્ત બને છે. તેવા આત્માને “પુણ્યોદય પણ સંસારમાં ભટકાવી શકતો નથી કે સારી પ્રવૃત્તિ પણ ચિત્તચંચળતા-વિક્ષેપ-આકુળતાને પેદા કરી શકતી નથી.
વર્તમાન કલિકાલમાં બીજા સાત્ત્વિક મંત્રોનું ચૈતન્ય મોટા ભાગે મૃતપ્રાયઃ અવસ્થામાં છે. જ્યારે આ ત્રણેય આધ્યાત્મિક મંત્રોનું ચૈતન્ય સદા માટે જાગ્રત છે. કોઈ પણ અવસ્થામાં આના સ્મરણનો કયાંય પણ નિષેધ નથી. ભોજન-પાણીના અવસરે તો ખાસ આ મંત્રોનું સ્મરણ કરવું. જેથી દેહધાતુ તે મંત્રથી વાસિત થાય. મંત્રના અર્થમાં-પરમાર્થમાં-ગુણમાં મન પરોવાયેલું રહે તો તે મન બીજે કયાંય ન જાય. તેના વિચારથી ભાવિત મન શાંત અને સ્થિર બને છે. આમ દેહધાતુ મંત્રવાસિત બને, મન મંત્રમય-મંત્રાકાર બને. પછી તે દેહથી અને મનથી ધ્યાન વગેરે ઉત્તમ યોગોની સાધના નિર્વિઘ્ન, નિરતિચાર અને સાનુબંધ બને છે.
વત્સ ! પ્રથમ મંત્રમાં સ્વયંભૂ અનંત ચૈતન્ય છે. તેથી તેમાં કોઈ બીજાક્ષરની જરૂર નથી. બીજા અને ત્રીજા મંત્રમાં ચૈતન્ય પ્રબળ કરવા માટે આગળ-પાછળ-વચ્ચે યોગ્ય બીજાક્ષરોનો પ્રક્ષેપ કરી શકાય છે. જેમ કે બીજા નંબરના મંત્રમાં બીજાક્ષરપ્રક્ષેપ આ રીતે કરી શકાય.
न परप्रतिबन्धोऽस्मिन्नल्पोऽप्येकात्मवेदनात् ।
शुभं कर्माऽपि नैवात्र, व्याक्षेपायोपजायते ॥ (અધ્યાત્મસાર ?'IE)
૧૬૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org