________________
નાસાગ્ર ભાગનું આલંબન અને શ્વાસઆલંબન મનની સ્થિરતા માટે બહુ ઉપયોગી બનશે. શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવાના એકમાત્ર ઉદેશથી મંત્રસ્મરણકરવું.
મંત્રના અર્થનો ઉપયોગ, શરણાગતિનો ભાવ, શુદ્ધાત્મસ્વરૂપને પ્રગટ કરવાનું લક્ષ, નાસાગ્ર ભાગ અને પશ્વાસનું આલંબન- આ પાંચ બાબત જ અહીં ચિત્તસ્થિરતા માટે સમર્થ છે. લાલ-પીળા વર્ણ કે પ્રતિમા કે અક્ષર વગેરેનું આલંબન લેવા જતાં પ્રસ્તુતમાં મંત્રના અર્થનો ઉપયોગ ગૌણ થઈ જવાની શક્યતા વધી જાય છે. પ્રારંભિક ભૂમિકાની અન્ય પ્રકારની સાધનામાં કોઈ સાધક ભલે વર્ણ-પ્રતિમા-અક્ષર-ષટ્ચક્ર વગેરે આલંબન કદાચ રાખે. પરંતુ પ્રસ્તુત સ્મરણસાધનામાં તો તે બધા આલંબન છોડી, પૂર્વોક્ત પાંચ સાવધાની રાખી, ઉપર જણાવેલ પાંચ બાબતને જ પકડી રાખવી. આ છે “પદસ્થ ધ્યાન.
પવિત્ર એવા પદોને-શબ્દોને અવલંબીને જે માનસિક એકાગ્રતા અને શુદ્ધિ પ્રગટે તે પદસ્થ ધ્યાનની જ નિશાની છે. પદ અવલંબનનો અભ્યાસ દૃઢ થતાં થતાં પદસ્થધ્યાન સહજ બની જશે અને અતિઉચ્ચ આત્મદશામાં તો ઉપર જણાવેલા તે પાંચેય આલંબનો પણ સ્વયં છૂટી જશે અને આત્મા પોતાના નિરાલંબન સ્વરૂપમાં ઠરી જશે, જામી જશે. ત્યાંથી આગળનો માર્ગ પોતાની મેળે, અનુભવબળના આધારે સૂઝતો જશે. આ માર્ગ જ તને સ્વધામમાં-મુક્તિધામમાં સરળતાથી પહોંચાડશે. માટે વત્સ ! નચિંત રહેજે.
રોજ, નિયત સમયે, એકી બેઠકે ઓછામાં ઓછા બે કલાક ઉપરોક્ત સ્મરણસાધના કરવાથી મંત્રસ્મરણ આત્મસાત્ થશે અને અન્ય પ્રવૃત્તિ કરતી વખતે પણ અંતરમાં અજપાજપ-અનાહતજપ ચાલુ રહશે. જેમ મધદરીયે આકાશમાં ઉડતું જહાજનું પંખી ગમે તેટલું દૂર જાય પણ ફરી-ફરીને પાછું અંતે તો જહાજ ઉપર જ આવીને બેસી જાય. દૂર ઉડવા છતાં તેનો જીવ તો જહાજમાં જ હોય. તેમ આ સ્મરણસાધનાનો અભ્યાસુ સાધક કર્માધીન 4. यत्पदानि पवित्राणि समालम्ब्य विधीयते ।
તત્વવસ્યું સમારવ્યાત ધ્યાનં સિદ્ધાન્તી: ।। (યોગશાસ્ત્ર ૮!?) सालम्बनं क्षणमपि क्षणमपि कुर्यान्मनो निरालम्बम् । इत्यनुभवपरिपाकादाकालं स्यान्निरालम्बम् ।। (अध्यात्मसार २०/१६ )
Jain Education International
For Private & Personal Use Only
૧૬૫
www.jainelibrary.org