________________
પ્રગટાવીને પાછા ફેરવવું તે પ્રતિક્રમણનો-પશ્ચાત્તાપનો જ એક પ્રકાર છે. ત્રીજા મંત્રમાં સુકૃતઅનુમોદનનો પરિણામ ગર્ભિત રીતે રહેલ છે. રુચિપૂર્વક વારંવાર જ્યાં ચિત્ત જાય તેની અનુમોદના સહજતઃ અંતઃકરણમાં થયા કરે છે. તેથી આ ત્રણેય મંત્રના સ્મરણથી ભવિતવ્યતાનો પરિપાક પણ ઝડપથી થાય છે. પ્રથમ મંત્ર લબ્ધિમંત્ર છે. બાકીના બે મંત્ર એ લબ્ધિવાક્ય છે. હૃદયમાં તૃતીય મંત્રને મહાવાક્યરૂપે વણી લેવું - આ મૂળ માર્ગ છે.
ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે મંત્રનું જાગૃતિપૂર્વક, અર્થઉપયોગસહિત સ્મરણ કરવું. ઉપયોગશૂન્ય' રટણ કે ધૂન જેવું ના થઈ જાય કે અર્થશૂન્ય શબ્દમગ્નતા આવી ના જાય તેનું ખૂબ ધ્યાન રાખવું. તથા મંત્રાર્થના લાંબા-લાંબા ચિંતનમાં ઉતરીને વિષયાન્તર જેવું થઈ ના જાય એનું પણ ખાસ લક્ષ રાખવું. જેથી મનની એકાગ્રતા-સ્થિરતા ખંડિત ના થાય, લીનતા દુર્લભ ના બને. કોઈ પણ પવર્ણ-રંગ-પ્રતિમા વગેરેના આલંબનની આમાં જરૂર નથી. આ પાંચેય બાબતમાં સાવધાન રહેવું.
મંત્રના સ્મરણમાં રસ આવે, સ્થિરતા આવે, જાગૃતિ રહે, ઉપયોગ રહે તથા મન મંત્રના અર્થથી ભાવિત બને તે માટે મંત્રસ્મરણપ્રારંભના પૂર્વે મંત્રના અર્થનું ચિંતન-મનન-અનુપ્રેક્ષણ અવશ્ય કરવું. પરંતુ મંત્રસ્મરણ દરમ્યાન તેના ચિંતનથી દૂર રહેવું. તેમ જ અર્થના ઉપયોગપૂર્વક જ મંત્રસ્મરણ કરવું. *શુદ્ધાત્માનું યથાર્થ સ્વરૂપ વાણીમાં આવે એવું નથી. પણ “શુદ્ધાત્માના યથાર્થ સ્વરૂપના સૂચક અને જ્ઞાનાનંદને પ્રગટાવવામાં નિમિત્ત બને તેવા નામનું સર્વદા સર્વત્ર અહોભાવ-ગર્ભિત ઉપયોગપૂર્વક સ્મરણ (ઉપયોગશૂન્ય રટણ નહિ) થાય તો ય મન નિર્મળ થાય અને અલૌકિક સમતા-શાંતિ-સમાધિ સંપ્રાપ્ત થાય.
માટે અર્થના ઉપયોગપૂર્વક ધીમે ધીમે, લયબદ્ધ રીતે, શકય હોય તો શ્વાસોચ્છ્વાસ અનુસંધાન સાથે, બંધ આંખે મંત્રસ્મરણ કરવું. મંત્રસ્મરણ વિના એક પણ શ્વાસ છૂટી ન જાય તે લક્ષ રાખી દરેક ક્ષણને સમજણપૂર્વક ઝડપી લેજે, પકડી લેજે, સ્મરણસાધનામાં વણી લેજે. આ રીતે ચેતનાના ઊંડાણમાં પ્રસ્તુત મંત્ર સ્મરણના સંસ્કારને ઉતારી દેજે. મંત્રસ્મરણ કાળમાં . સવ્વે સા નિયકૃતિ । (આવારાં-બુદ્દિા??)
4. सदा चिदानन्दपदोपयोगी लोकोत्तरं साम्यमुपैति योगी । (अध्यात्मउपनिषद् ४ / २) ૭. ચાં નાળાદિ પંડિત ) (આવારાંગ
શરોશ૬૮)
૧૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org