________________
૮.
ત્રિપદીવાળી સંબંત્રિપદીની અદ્ભુત સાઘના
પરમાત્મા > વત્સ ! અપ્રમત્ત અંતરંગ મોક્ષપુરુષાર્થ માટે પૂર્વે જણાવેલ બધી બાબતને અનુભૂતિમાં વણી લેવાનો સૌથી સરળ ઉપાય છે સ્મરણ . ત્રણ મંત્રોનું સ્મરણ સર્વદા તું કરતો રહેજે તો અંતરંગ સત્ પુરુષાર્થ થતો રહેશે અને સ્વાનુભૂતિ સહજતાથી-સરળતાથી સાનુબંધ રીતે થશે. તે ત્રણ મંત્રો નીચે મુજબ છે. (૧) જિનશાસન શરણં મમ:
(૨) આત્મન્ ! તારું સંભાળ*.
(૩) પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધૃવાત્મા. ત્રણ પદવાળા આ ત્રણ મંત્રોનું સ્મરણ રાત-દિન તમામ પ્રવૃત્તિમાં વણી લેજે, ઘૂંટી લેજે, આત્મસાત્ કરી લેજે. ત્રિપદીના માધ્યમથી ગણધર ભગવંત અંતર્મુહૂર્તમાત્રમાં દ્વાદશાંગી-૧૪ પૂર્વની રચના કરે છે તેમ ત્રિપદીવાળા મંત્રોની આ ત્રિપદીના માધ્યમથી આત્મસાક્ષાત્કારની, મોક્ષની અંતર્મુહૂર્તમાત્રમાં પ્રાપ્તિ થઈ શકે તેમ છે. જરૂર છે માત્ર હૃદયની લગની-ભાવના-તમન્નાઉત્સાહ-ઉમંગ-ઉલ્લાસને ઉછાળવાની.
ત્રીજો મંત્ર એ મૂળ મંત્ર છે. પ્રથમ બે મંત્રો મંત્રપીઠિકાસ્વરૂપ છે. પ્રથમ મંત્ર દ્વારા અપૂર્વ આત્મબળ-આત્મસંરક્ષણ-દિવ્ય માર્ગદર્શન-અભ્રાન્ત ફુરણાઓ-પાવન પ્રેરણા-આવશ્યક સામગ્રી સંપ્રાપ્ત થાય છે. બીજા મંત્ર દ્વારા ચિત્તવૃત્તિની ચંચળતા દૂર થઈ, નિરર્થક ચીજોમાં થતું મનનું રોકાણ મટી, મનોવૃત્તિ શાંત-સ્થિર-એકાગ્ર-લીનતાયુક્ત-જાગૃતિપૂર્ણ બને છે. ત્રીજા મંત્ર દ્વારા અનાદિકાલીન દોષના અનુબંધ તૂટી, આત્મશુદ્ધિ થઈ, સમ્યગ્દર્શનઆત્મદર્શન-સ્વાનુભૂતિ-રત્નત્રયઐક્ય સંપ્રાપ્ત કરી, ક્ષપકશ્રેણી ઉપર આરુઢ થઈ ક્ષાયિક-પૂર્ણ-શુદ્ધ વીતરાગતા-કૈવલ્ય દશા પ્રગટ કરીને મોક્ષ મેળવવાનું લોકોત્તર સૌભાગ્ય પ્રગટ થાય છે.
પ્રથમ મંત્રમાં ચતુઃ શરણ સમાઈ જાય છે. બીજા મંત્રમાં દુષ્કૃત ગહની છાયા છે. વિભાવ પરિણામો વગેરેમાં ગયેલા મનને ત્યાં કંટાળો-અરુચિ
આ પદનો ભાવ સમજવા જુઓ પૃષ્ઠ. ૧૭૨ ક. આ પદનો ભાવ સમજવા જુઓ પૃ. ૧૮૩ *. આ પદનો ભાવ સમજવા જુઓ પૃષ્ઠ. ૧૮૬ છે. આ પદનો ભાવ સમજવા જુઓ પૃષ્ઠ. ૧૮૮ ૦ આ પદનો ભાવ સમજવા જુઓ પૃષ્ઠ. ૧૯૦
૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org