________________
આત્માનંદ ભોગવું તો કયારેય પણ તકલીફ જ નહિ.'- આવું જાણવા છતાં, સમજવા છતાં હજુ પણ આ દેહધારી શાતાનો, સુખશીલતાનો, સૌભાગ્યનો ભીખારી જ રહ્યો છે. તમામ ગતિમાં પુણ્યોદય પાસેથી સુખની ભીખ માગવાની અનાદિ કાળથી ચાલી આવતી કુટેવ હજુ સુધી છૂટતી જ નથી. તેથી જ આપની આ અપૂર્વ શીતલ વાણી પણ અંતરમાં જોઈએ તે રીતે પરિણમતી નથી. તેથી જ તારી અભૂતપૂર્વ વાણીથી યત્ કિંચિત બોધ થાય કે તરત જ અધિકારી બનવાનો, જાણકાર દેખાવાનો, “બીજા કરતાં વધારે જાણું છું. આવા અહંકારમાં ગુલતાન થવાનો પ્રયાસ કર્યે રાખું છું. અંતરંગ માયાના અનેક પ્રકારમાં અટવાયે રાખું છું.
રસ્તે રખડતા ગરીબ ગામડીયા માણસને કોઈ સજ્જન લાખ રૂપિયાનો ચેક આપે તો તેણે લાખ રૂપિયા જ આપ્યા કહેવાય. એમ આપે નિઃસ્વાર્થભાવે કરુણા કરીને-ઉદારતા દાખવીને મારા જેવા નીચ, નાલાયક, નપાવટ ને નરાધમ (વાસના-ભીખારી)ને અંતરંગ પુરુષાર્થમય મોક્ષમાર્ગ આપ્યો એટલે આપે મને મોક્ષ જ આપી દીધો છે. એમાં કોઈ સંશય નથી. પણ અજ્ઞાની ગમાર ગામડીઓ બેંકમાં વસુલ કરાવવાના બદલે ચેકને ફાડી નાંખે તેમ ભાવનાજ્ઞાનની બેંકમાં અંતરંગ મોક્ષપુરુષાર્થનો શાસ્ત્રીય ચેક વટાવવાના બદલે પોપટપાઠ કરી, પોથીના રીંગણા બનાવી, “બલ્લી આવે ઉડ જાના' નો રોલ ભજવી દેહાધ્યાસ-નામાધ્યાસના દાવાનળમાં તેને સળગાવવાની મૂર્ખામી કરું છું.
ખરેખર, આ રીતે અનંતા ઓઘા સળગાવી દીધા, ગુમાવી દીધા. મારા ગાંડપણની કોઈ હદ નથી. મારી અવળચંડાઈની કોઈ સરહદ નથી. ઓ અંતર્યામી ! તેં બતાવેલ અંતરંગ સત્ પુરુષાર્થ ઉપડશે નહિ ત્યાં સુધી મારું ઠેકાણું નહિ પડે એ નિશ્ચિત જ છે. પરંતુ મારી વર્તમાન ભૂમિકામાં તેવો અંતરંગ મોક્ષપુરુષાર્થ સહજ રીતે ઉપડે તે અઘરું ને કપરું લાગે છે. મારા સ્વામી ! દેહાધ્યાસ વગેરેના દાવાનળથી અંતરંગ મોક્ષ પુરુષાર્થ બળી ના જાય એ માટેનો કોઈક સરળ માર્ગ હોય તો બતાવો ને ! પારમાર્થિક મોક્ષમાર્ગે મને પહોંચાડે તે માટેનો કોઈ Short cut, Safe Cut, Sweet Cut, Easy Cut હોય તો તે બતાવવાની કૃપા કરો ને ! આપ તો અનંત જ્ઞાની છો. ભલે હું નાલાયક છું. છતાં પણ મારા લાયક તેવો સરળ-સલામત-સરસ ને ટૂંકી માર્ગ આપના અગાધ જ્ઞાનની બહાર ન જ હોય. મારા પ્રભુ ! તેવો માર્ગ બતાવવાની ઉદારતા કરો, મહેરબાની કરો.
૧૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org