________________
૨૭.
થેક સળગાવું છું. અહો નિજસ્વરૂપ વિલાસી ! અદ્ભુત આપની વાણી !
મડદામાં ચેતના પૂરે, બેભાનને સભાન કરે, બેહોશને હોશમાં લાવે, સૂતેલાને જગાડે, જાગતાને બેસાડે, બેસેલાને ઉભા કરે, ઉભેલાને ચલાવે, ચાલતાને દોડવે, ધીમેથી દોડતાને ઝડપથી મોક્ષમાર્ગે દોડાવે, ઝડપથી દોડતાને ઉડાડે, સ્વાનુભૂતિના ગગનમાં ઉડતાને બળ-પ્રોત્સાહન આપે એવી અદ્ભુત અને કરુણાસભર વાણી ! અજબ-ગજબની તાકાત છે આપના શબ્દોની. આપના શબ્દોની પાછળ રહેલી નિઃસ્વાર્થ કરુણાનો સ્પર્શ થતાં અપૂર્વ આનંદનું મોજું ચોતરફ ફરી વળે છે.
પરંતુ પરમકારુણ્યમય પરમાત્મા ! લાલચોળ તપી ગયેલી તવી ઉપર જેમ ઠંડુ પણ પાણી લાંબો સમય ટકતું નથી તેમ તીવ્ર રાગ-દ્વેષ, ગાઢ દેહાધ્યાસ-રૂપાધ્યાસ-કામાધ્યાસ વગેરેથી સંતપ્ત થયેલ આ ચૈતન્યપટમાં પણ આપની વાણી લાંબો સમય ટકતી નથી, સ્થાયી અસર કરતી નથી. મારો દેહાધ્યાસ તો જુઓ. દેહરૂપે ટકી રહેવા, કાયાસ્વરૂપે મટી ન જવા, ઉપયોગ વિના પણ, ઉંઘમાં ય શ્વાસ, હૃદયના ધબકારા, બ્લડ સર્કયુલેશન વગેરે કામમાં મારી ચેતનાને જોડે જ રાખું છું. તેમાં પાછો રાજી થાઉં છું.
અનાદિકાલીન આ મલિન દેહાત્મબુદ્ધિના અભ્યાસથી જેવું જોઈએ તેવું સ્પષ્ટ સમજાતું નથી. તારા પ્રત્યેની શ્રદ્ધાથી “દેહ, ઈન્દ્રિય, મન, રાગાદિથી આત્માનું સ્વરૂપ જુદું જ છે' તેવો નિર્ણય થવા છતાં અનાદિના દેહાધ્યાસ, રાગાધ્યાસ આદિના જોરથી એ નિર્ણય અનિર્ધારિત દશામાં જ રહી જાય છે, આગળ જતાં એ નિર્ણય ભૂલી જવાય છે, સાવ જ વિસરી જવાય છે અને એના એ ભૂલવાળા રસ્તે દોરવાઈ જવાય છે, દુર્ગતિના માર્ગે ખેંચાઈ જવાય છે, રાગાધ્યાસના જ પંથે છેતરાઈ જવાય છે, સંકલ્પવિકલ્પના અધ્યાસમાં ભોળવાઈ જવાય છે. ખરેખર તારો વીતરાગતાનો માર્ગ તલવારની ધાર ઉપર ખુલ્લા પગે ચાલવા કરતાં પણ વિકટ છે.
ગજસુકુમાલ મુનિ, દઢપ્રહારી મહામુનિ વગેરેએ આત્માનું કેવું સ્વરૂપ જોયું હશે? આત્મામાં કેવું સુખ અનુભવ્યું હશે? કે શરીર, ઈન્દ્રિય વગેરે બધું જ જતું કર્યું ! ખરેખર કર્મજન્ય દુઃખ ભોગવું તો હમણાં તકલીફ આસક્તિથી કર્મજન્ય સુખ ભોગવું તો પાછળથી તકલીફ નિરુપાધિક સહજાનંદ
૧૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org