________________
પ્રબળ અંતરંગ પુરુષાર્થ કરવાનો મારે બાકી છે ? તે ખ્યાલમાં જ ન હોય ને થોડા પુરુષાર્થ પછી જીવ અટકી જાય, અંતરંગ ચિત્તવૃત્તિનું સ્વરૂપ ઓળખ્યા વિના જ વિભાવદશામાં ફરીથી ઊંઘે તો મુક્તિ કયાંથી થાય?
એક પણ શ્વાસ અંતરંગ પુરુષાર્થ વિનાનો જવો ના જોઈએ. આ આખો ભવ આત્મા માટે જ ગાળવાનો જીવંત સક્રિય સંકલ્પ થવો જોઈએ. હજારો મુશ્કેલીઓ વેઠીને મરણીઓ થઈશ તો જ ગ્રન્થિભેદનું દુષ્કર કામ થશે. હજુ તારે અંતરંગ પુરુષાર્થ ઘણો કરવાનો છે, મનના સંકલ્પ-વિકલ્પોને રવાના કરવાના છે, વિકલ્પદશા ક્ષીણ કરવાની છે અને તું આમ ઢીલો થઈશ તો માર્ગ કેમ કપાશે ?
“વિભાવદૃષ્ટિ-વિભાવપરિણતિ-વિકલ્પરુચિ પલટાય નહિ ત્યાં સુધી જંપીને બેસવાનું જ નથી.જેમ જમીનમાંથી પાણી નીકળે નહિ ત્યાં સુધી કુવો ખોદવાનું કામ ચાલુ જ રાખવાનું હોય, માંડવાળ ન કરાય. તેમ ક્ષાયિક વીતરાગદશા પ્રગટ થાય નહિ ત્યાં સુધી અંતરંગ ભગીરથ મોક્ષપુરુષાર્થ સતત ચાલુ જ રાખવાનો હોય. થાકી, કંટાળીને અંગત આવશ્યક કામ અધૂરું મૂકી ન દેવાય.
“આંખમાં જેમ રેતીનો એક પણ કણીયો ન ચાલે તેમ દ્રવ્યદૃષ્ટિએ આત્મામાં પૂર્ણતા હોવા છતાં પર્યાયમાં આંશિક પણ કચાશ મારે ન જ ચાલે, પરિપૂર્ણ પર્યાયશુદ્ધિમાં વિલંબ જરાય ન પાલવે”- એમ અંતરમાં લાગે તો જ અંતરંગ પુરુષાર્થ અવિરતપણે, અપ્રમત્તપણે ઉપડે. ‘મોહ છે ત્યાં સુધી જંપવું નથી.' એવો સંકલ્પ કરી, આળસ-પ્રમાદને શત્રુ ગણી, છુટવા માટે પ્રચંડ અંતરંગ પુરુષાર્થ ન કરે તો કિનારે આવેલ જીવને મોહના મોજા તાણી જાય છે. આવું એક વાર નહિ પણ અનંત વાર બનેલ છે.
सो य दुलभो परिस्सम - चित्तविघायाइविग्धेहिं । (विशेषावश्यकभाष्य રુષ્ના પુરિસર્ગારયં । (વૈવા. ૧/૨/૬)
જુઓ વિશેષાવશ્યક ભાષ્ય - ગા. ૧૨૧૦/૧૨૧૯
૧૬૦
Jain Education International
For Private & Personal Use Only
-
??૬૬)
www.jainelibrary.org