________________
રહી જાય છે. આમ ડંખ અને રંજ રાખજે. તાત્ત્વિક માર્ગ અંતરમાં છે, કરવાનું અંદરમાં છે. લાગણી-પ્રેમ-અહોભાવ... બધું અંદરમાં આત્મા પ્રત્યે રાખજે અને “બહારમાં કે વિષય-કષાયમાં કયાંય રોકાવા જેવું નથી, ખોટી થવા જેવું નથી, સંકલ્પ-વિકલ્પમાં પણ અટકવા જેવું પણ નથી આવી દઢ વૈરાગ્યપરિણતિ કેળવજે. તો જ અધ્યાત્મશાસ્ત્ર અને તેનું રહસ્યભૂત તત્ત્વ પરિણામ પામશે તથા તારી પરિણતિ અને ઉપયોગ આત્મામાં જશે. તેમ જ વિષય-કષાયના તમામ સંકલેશથી મુક્ત એવો તાત્ત્વિક વિશુદ્ધ અંતરંગ મોક્ષપુરુષાર્થ પ્રતિક્ષણ જાગૃત થશે.
સિદ્ધ સ્વભાવનો પ્રેમ વધારીને વિભાવને છોડવાનો અને વિકલ્પદશાને તોડવાનો પુરુષાર્થ કર. આંતરિક પુરુષાર્થની સહજ ગતિ આત્મા તરફ જ વાળજે. આત્મસ્વભાવનું આલંબન લેવાનો સત પુરુષાર્થ કરજે. કારણ કે હજુ પણ તું કર્તુત્વભાવની દુનિયામાં જ જીવી રહ્યો છે ને ! જેનાથી રાગાદિ વિભાવ પરિણામો અને વિકલ્પદશા ઘસાય એ જ સમ્યક અંતરંગ મોક્ષપુરુષાર્થ. વિભાવ અને વિકલ્પથી છુટવાની જેટલી તીવ્ર ભાવના, આત્મકલ્યાણની જેટલી ઉત્કટ તમન્ના તથા ભવભય, વિભાવદશાત્રાસ, પરમાત્મસ્મરણ-શરણ-સમર્પણ, કર્મ કાપવાનો દઢ નિર્ણય... વગેરે જેટલા પ્રમાણમાં હશે તેટલા પ્રમાણમાં અંતરંગ પુરુષાર્થ થશે, થતો રહેશે.
મોક્ષમાર્ગ, વીતરાગમાર્ગ એ રોકડીયું ખાતું છે. ઉધારનું અહીં કામ નથી. ક્રેડીટ ઉપર અહીં કશું મળતું નથી. Give & Take નો શાશ્વત નિયમ અહીં મોક્ષમાર્ગમાં કામ કરે છે. માટે પુરુષાર્થની ખામી છોડ. “પછી કરીશ, કાલે કરીશ' એવી મલિનવૃત્તિ-માયા જીવને છેતરે છે. તારે તો સદા આત્મામાં જ વૃત્તિ રાખવાની છે. તેમાં જ પ્રેમ કરવાનો છે. તેનો જ ઉપયોગ કેળવવાનો છે. આત્મામાં જ દૃષ્ટિ જોડવાની છે. તેમાં જ ઉપયોગ સ્થિર કરવાનો છે. તેમાં જ લક્ષ્ય રાખવાનું છે. પણ જીવ અજ્ઞાન અને પ્રમાદથી તેમ નથી કરતો.
કર્મને છોડવા જાય ત્યારે કોઈને કોઈ કર્મ સામે પડે જ છે. ત્યારે જીવ ઢીલો થાય છે. આત્મકલ્યાણ માટે કમર કસીને, કેડ બાંધીને, તનતોડમનમોડ પુરુષાર્થ કરવાનો હજુ બાકી છે. મોક્ષ મેળવવા કેટલો અને કેવો - વેવામથ્યાત્મશાસ્ત્રાર્થ તત્ત્વ પરિક્ત વિ | कषायविषयावेशक्लेशस्तेषां न कर्हिचित् ।। (अध्यात्मसार १११४)
૧પ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org