________________
તારા તરફ ખેંચજે. એ જ ખરો જ્ઞાનપુરુષાર્થ છે. એ તારો સ્વભાવ જ છે. તારી દષ્ટિ ફેરવી નાખ. ચૈતન્ય તરફ દૃષ્ટિ સ્થિરપણે સ્થાપી દે. પ્રગટ થવા તલસતો તારો શુદ્ધ આત્મસ્વભાવ-જ્ઞાનસ્વભાવ જ તારી પરિણતિને આત્મા તરફ ખેંચી જશે. આ રીતે શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર દષ્ટિ રાખી તમામ વિભાવને ટાળવાનો જ પુરુષાર્થ ઉગ્રપણે કરે જા. “તું તો અંતરંગ મોક્ષપુરુષાર્થનો પાતાળકુવો છે, મહાસાગર છે - આ વાતને હૃદયક્તિ કરી લે. પછી શ્વાસે શ્વાસે સતત અંતરંગ મોક્ષપુરુષાર્થ તારા પર્યાયમાં, પરિણતિમાં સહજત થયા કરશે. તેનો કદિ પણ તને થાક નહિ લાગે.
શાસ્ત્રસંસ્કાર પણ ઉપરોક્ત તમામ પ્રકારનો અંતરંગ પુરુષાર્થ ઉપાડવાનું સાધન બને તો જ પરમાર્થદષ્ટિએ શાસ્ત્ર તારા માટે હિતકારી છે. કારણ કે “વિશુદ્ધ આત્મસ્વભાવની પ્રાપ્તિ અવશ્ય કરાવે તેવા સંસ્કાર-પરિણામપર્યાયને પ્રગટાવે તેવું જ જ્ઞાન પરમાર્થથી ઈચ્છવા યોગ્ય છે. પરંતુ શાસ્ત્રકારોના આવા આશયને સમજવાનો, પરિણમાવવાનો પ્રયાસ કે લક્ષ ન હોય ત્યાં સુધી અંતરંગ મોક્ષપુરુષાર્થનો પ્રાંરભ જ થતો નથી. શરીરમાં મીઠાઈ પડે, વિષ્ટા થાય. તેમ ગાઢ મિથ્યાત્વ અને સંજ્ઞા-ગારવ વગેરેથી મૂઢ થયેલા આત્મામાં શાસ્ત્ર આવે, શસ્ત્ર બને, અહંકાર થાય, અજીર્ણ થાય. આવી સમજણ કેળવી બાહ્ય શાસ્ત્રાભ્યાસમાં પણ સર્વસ્વ નહિ માનતો.
કેવલજ્ઞાન સુધી શાસ્ત્રો તારી સાથે આવવાના નથી. અરે ! માર્ગ ચીંધ્યા પછી એક પણ ડગલું તારી સાથે *એક પણ શાસ્ત્ર આવતું નથી. માટે શાસ્ત્રપઠન કરતાં પણ વિશુદ્ધ જ્ઞાનયોગ પ્રાપ્ત કરાવે તેવા ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ ભાવ, આત્મભાન માટે વધુ લક્ષ રાખવું. “મારો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ કઈ રીતે પ્રબળ થાય ?' તે કરતાં “મારી ઉચ્ચ આત્મદશા, શુદ્ધ-પૂર્ણ આત્મદશા ક્યારે પ્રગટ થશે ? એ જ ખરેખર ઈચ્છવા યોગ્ય છે. તે ભાવનાથી તારે ઉપયોગી બધું જ આપમેળે આવી મળશે, પ્રગટ થશે જ. આ વાતમાં સંદેહ કે અવિશ્વાસ નહિ રાખતો. માલતુષ મુનિને નજર સામે રાખજે.
શાસ્ત્ર અધ્યયન કર્યા પછી પણ અંતરમાં કરવાનું બીજું કાંઈક બાકી • રમાવતામસંસ્કારવારનું જ્ઞાન મળ્યો ! (જ્ઞાનસાર કારૂ) * પમત્રે હિં ના જોતિ, શાā વિનોત્તરમ |
ज्ञानयोगो मुनेः पार्श्वमाकैवल्यं न मुञ्चति ।। (अध्यात्मोनिषत् २०३) ૧૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org