________________
ખરેખર જેને બહારમાં રુચિની બધી જ લાળ છૂટી જાય, બહારમાં સાચેસાચ ન જ ગમે, યથાર્થપણે બીજે ક્યાંય ન ગમે, અંદરથી આત્માની મીઠાશ લાગે, અંદરની પૂરેપૂરી રુચિ થાય, પોતાના તરફ રહેવાની શ્વાસતુલ્ય જરૂરીયાત જણાય, આત્માની અપૂર્વતા લાગે તો આવો અપ્રમત્ત અંતરંગ આત્મપુરુષાર્થ ઉપડે જ. આંતરિક સમજણથી, લગનીપૂર્વક, અત્રુટકભાવે, અખંડ પરિણામે, ચારેબાજુથી, તમામ પડખેથી, અપ્રતિહત ધારાએ નિરંતર અંતરંગ તીવ્રતમ મોક્ષપુરુષાર્થ ઉપાડજે. તો જ તારું કાર્ય થશે. તો જ આત્માભિમુખ પરિણતિ ટકી રહેશે અને આગળ વધતાં પરિણતિ આત્મગતરૂપે, આત્માકારે, આત્મરૂપે, આત્મમય બની જશે.
જેટલી યોગ્યતા ઓછી હશે, જેટલી રુચિ મોળી હશે, જેટલી આત્મશ્રદ્ધા મંદ હશે, જેટલો ઉત્સાહ કાચો હશે, જેટલો અંતરંગ પુરુષાર્થ ધીમો હશે તેટલો વિલંબ થશે અને તેટલું વધારે રખડવું પડશે. માટે વ્યવહારમાં શ્વાસ લેતા, મૂકતા, ખાતા, પીતા, ચાલતા, ઉઠતા, બેસતા, બોલતા... તમામ ક્રિયામાં લક્ષરૂપે, ધ્યેયરૂપે, પ્રયોજનરૂપે આત્મામય જીવન બનાવવાનો સક્રિય પ્રામાણિક સંકલ્પ કરજે.
સાચા આત્માર્થીને તો જીત કરતાં ઝઝૂમવું વધું પ્યારું લાગે. એને પુરુષાર્થની મર્યાદા કદિ આવે જ નહિ. તે કયાંય અટકે નહિ. ગોવાલણ માખણ છુટું ન પડે ત્યાં સુધી દહીં-છાશ વલોવ્યા જ કરે તેમ રાગાદિથી પૂરેપૂરો, સ્પષ્ટ રીતે છુટો ન પડે ત્યાં સુધી ઉપરોક્ત પ્રકારે પ્રયત્ન જાગૃતિપૂર્વક કર્યે જ રાખ. કેવળ કર્મ ખપાવવાનું જ સર્વત્ર લક્ષ રાખી આગળ વધે જ રાખજે. સમકિત, સર્વવિરતિની પરિણતિ પ્રગટે તો પણ આ અંતરંગ પુરુષાર્થ છોડતો નહિ.
પરિપૂર્ણ શુદ્ધ પર્યાયો તમામ આત્માઓમાં એકસરખા જ છે એમ હૃદયથી સ્વીકારી, તેવી ભાવનાથી આત્માને ભાવિત કરી, તને સાધક દશાના ઊંચા પર્યાયોનું વેદન થાય ત્યારે પણ તેમાં રોકાયા વિના, ખોટી થયા વિના, તેના દ્વારા બીજા કરતાં તારી મહત્તા સ્થાપિત કર્યા વગર, અંતરમાં જવાની તીવ્ર તાલાવેલી લોકોત્તર લગની દ્વારા તારી ચૈતન્યપરિણતિને છે. હજુ અંતરંગ પુરુષાર્થની વધુ નવ વ્યાખ્યા સમજવા જુઓ પૃષ્ઠ-૨૨૮
शुद्धाः प्रत्यात्मसाम्येन, पर्याया: परिभाविताः । अशुद्धाश्चापकृष्टत्वान् नोत्कर्षाय महामुनेः ॥ (ज्ञानसार १८।६)
૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org