________________
૪૨. કેવલ એક, અખંડ, અસંગ, અમલ, અવિકારી, અવિનાશી, અવિકલ્પ,
અનાવૃત, શુદ્ધ આત્મદ્રવ્યમાં સ્વઅસ્તિત્વ-સ્વામિત્વ-તાદાસ્ય નિશ્ચલરૂપે
પ્રતીત રાખવું. ૪૩. દૃષ્ટિને અંતરમાં પલટાવવાની કળા શીખી સંવેદનશીલ દિલથી તેનો
સતત જીવંત ઉપયોગ કરવો. ૪૪. વિભાવદશામાં વૃત્તિ ન જાય, જામી ન જાય અને ઉત્કૃષ્ટ પ્રશસ્ત
ભાવમાં પણ ઉદાસીનતા ટકી રહે એવી બળવાન આત્મદશા કેળવવી. ૪૫. દ્રવ્યાર્થિક નયથી “પુગલરચના-કર્મોદય-મોહભાવથી ભિન્ન એવો હું
વિકલ્પાતીત શુદ્ધ ચૈતન્યજ્યોતસ્વરૂપ પરમાત્મા જ છું” – એવી તીવ્ર ભાવના અને દઢ વિશ્વાસના જોરથી ભીંજાયેલ હૃદયે સતત સ્વરૂપનું અનુસંધાન-લક્ષ-દષ્ટિ-રુચિ-૨ટણ-સ્મરણ-વિચાર-મનન-મંથન-ધોલન
કરી, રાત-દિવસ તેની પાછળ પડી, તેના ઊંડા સંસ્કાર નાખવા. ૪૬. પૌલિક સુખને ભૂલી જ્ઞાનાનંદઅનુભૂતિની લહેરીઓ પ્રગટાવવી
તે અંતરંગ મોક્ષપુરુષાર્થ. ૪૭. “હું શુદ્ધાત્મા જ છું. દેહ-ઈન્દ્રિય-વાણી-વિચાર-વિભાવદશા આદિ
નહિ” એવી દઢ પરિણતિ કેળવવી એ જ મુખ્ય મોક્ષપુરુષાર્થ. ૪૮. બધે જ પહેલાં, “હું કેવળ શુદ્ધાત્મા છું”- એમ અભિપ્રાયની પ્રધાનતા
કરવી પછી તેનું અનુસંધાન છોડ્યા વિના વર્તમાન યોગ્યતાપ્રધાન બની
જવું. ૪૯. બુદ્ધિજડતાથી વિકલ્પોને, કર્મજન્ય પરિણામોને કે અનિવાર્ય પર્યાયોને
હટાવવાના બદલે તેમાં ભાસમાન આરોપિતતા, તાદાભ્યબુદ્ધિ, અધિકારવૃત્તિ, સ્વામિત્વબુદ્ધિ, એકત્વબુદ્ધિ, તન્મયતા, લીનતા, મૂઢતા, એકરૂપતા, કર્તુત્વબુદ્ધિ, ભોફ્તત્વબુદ્ધિને સહજ-શુદ્ધ આત્મસ્વરૂપની
સમજણ દ્વારા હટાવવી. ૫૦. બીજે કયાંય રોકાયા વિના “કેવળ આત્મા જ પરમાનન્દમય છે”
એવો દઢ વિશ્વાસ અને નિર્ણય હૃદયાંકિત કરવો. * દષ્ટિને પલટાવવાની કળા માટે જુઓ પૃષ્ઠ - ૩૭ २. विकल्पैरपरामृष्टः स्पृष्टः कर्माणुभिर्न च ।
પર જ્યોતિઃ પુરું તત્ત્વ તવાડર્દ ન વાપરમ્ || (અધ્યાત્મવિ. રૂાર૪) 2. નિર્મનં વિશ્લેવ, સહનં પત્મિનઃ | अध्यस्तोपाधिसंबन्धो, जडस्तत्र विमुह्यति ।। (ज्ञानसार ४।६)
૧પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org