________________
૨૧. શરીરના ગુણધર્મોની પ્રધાનતા ખસેડી, આત્મગુણધર્મોને પ્રધાનપણે
લક્ષમાં સ્થાપી, નિરતર સર્વત્ર આત્મભાવનાનો પુટ આપે જવા. ૨૨. રુચિનું વલણ અને તત્ત્વનું પરિશીલન- આ બન્નેને શુદ્ધ ચૈતન્ય સાથે
વણી લેવા. ૨૩. એકમાત્ર આત્મામાં જ આનંદનો અનુભવ કરવા સ્વરૂપ શુદ્ધ જ્ઞાનયોગના
સહારે *દેહ-ઈન્દ્રિય-મનોજગતમાં ચોટેલ આત્માને ત્યાંથી ઉઠાડી, ખસેડી અસંગ અને અપ્રતિબદ્ધરૂપે પરિણાવવાની પ્રામાણિક તીવ્રતમ તાલાવેલી
જગાવવી. ૨૪. વિભાવદશામાં એકતા-લીનતા કરવાની કાળી મજૂરી બંધ કરવી. ૨૫. શુદ્ધ આત્મા સિવાય બીજે કયાંય પરદ્રવ્ય-પરભાવ-વિભાવ-અશુદ્ધ
એવા સ્વપર્યાયમાં ખેંચાવું નહિ, ખોટી થવું નહિ- એ અંતરંગ સત્
પુરૂષાર્થ. ૨૬. બીજે કયાંય રોકાયા વગર “હું અસંગ શુદ્ધચૈતન્ય સ્વરૂપ છું આવી
શ્રદ્ધા-સ્મૃતિ-પ્રતીતિને નિરંતર ઘૂંટવી. ૨૭. વિભાવદશામાં, વિકલ્પદશામાં તીવ્ર દુઃખ હૃદયથી સમજાય, સ્વીકારાય
એ ઝળહળતો અંતરંગ પુરુષાર્થ. ૨૮. વિષય-કષાયની, રાગ-દ્વેષની તુચ્છતા-અસારતા-ક્ષણભંગુરતા-ભિન્નતા
અશરણતા હૃદયથી વિચારીને તેના આવેગમાં-આવેશમાં તણાતાખેંચાતા-લેપાતા અટકી શુદ્ધ આત્મસ્વરૂપને સંભાળપૂર્વક સતત વળગી
પડવું.
૨૯. છૂટવાની તીવ્ર તમન્નાએ મિથ્યાત્વ આદિ પાંચ બંધહેતુથી ઉપયોગને
અસંગ બનાવવા અને આત્માને શુદ્ધ કરવા સર્વત્ર, સર્વદા, સર્વથા
મંડી પડવું. ૩૦. આત્મતત્ત્વ પ્રત્યે તીવ્ર જિજ્ઞાસા, વેધક વિચાર, તીક્ષ્ણ મંથન, જોરદાર
જાગૃતિ, ઊંડી ભાવના, ઉત્કટ આદર અને પ્રબળ તાલાવેલી કેળવવી. છે. જ્ઞાનયોતિષ: શુદ્ધાત્મરત્યેવત્તક્ષમ્ |
इन्द्रियार्थोन्मनीभावात्स मोक्षसुखसाधकः ॥ (अध्यात्मसार १५।५) A. UT સ્ત્રનુ સાથે વિસ્ત્રયો | (શ. વૃત્તિવા ૨/૧૬) જ મુદ્દે સિયા ના, ન તૂUળા | (સૂત્રતાંગ - /૧૦/) > ન ર જિજ્ઞાતિ તત્ત્વ, માં નિરર્થકમ્ | (ધ્યાત્મિસાર ૮ર૬)
૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org