________________
૯. જિનવચન ઘૂંટી-ઘૂંટીને આશયગ્રહણ કરવા પૂર્વક હૃદયમાં સ્થાપી આત્મપરિણતિ સુધારવી તે અંતરંગ ધર્મ પુરૂષાર્થ.
*૧૦. જિનવચનના અંતર આશયમાં રમણતા કરી,
તદનુસાર આત્માને પરિણમાવી, તે મુજબ જીવને બનાવી, જાગ્રત ઉપયોગે સત્સાધનામાં તલ્લીન રહેવું.
૧૧. આત્માર્થના સાધક અને પોષક ઉપાયોમાં ભક્તિપૂર્વક તલ્લીનતા તે અંતરંગ પુરુષાર્થ.
૧૨. રાગ-દ્વેષમય કર્તા-ભોકતાભાવને છોડી, કર્મબંધ ન થાય તે રીતે “આત્મભાનસહિત મુનિભાવે-સાક્ષીભાવે-મધ્યસ્થભાવે-વીતરાગભાવે સ્વભૂમિકાયોગ્ય કર્તવ્યપાલનમાં મસ્ત રહેવું.
૧૩. વિભાવથી છૂટવાની તમન્નાએ ચિત્તવૃત્તિપ્રવાહને પ્રવર્તાવવો. ૧૪. આત્મકલ્યાણબાધક દોષોથી છૂટવાના ઉદેશથી અસંગદશા કેળવવી. ૧૫. જડ પદાર્થોથી, કર્મજન્મ ભાવોથી, વિકૃત પરિણતિથી અને સંકલ્પ
વિકલ્પથી છૂટા પડવાનો પ્રયાસ અંતરમાં નિરંતર કરવો તે આત્મપુરુષાર્થ ૧૬. પોતાના શુદ્ધ આત્મદ્રવ્ય અને શુદ્ધ-પૂર્ણ જ્ઞાનાનંદને ઓળખીને કોઈ પણ પ૨પદાર્થમાં કે “મનોવૃત્તિમાં કયાંય-કયારેય પણ અહં-મમત્વભાવ ઉઠવા ન દેવો.
૧૭. કદિ પોતાને ખોઈને, ભૂલીને વિભાવમાં કે પરદ્રવ્યમાં, અ ં-મમત્વબુદ્ધિ વેદવી નહિ.
૧૮. બધેથી છૂટવાની વૃત્તિ મુખ્ય કરી તમામ બંધપ્રસંગમાં પ્રબળતમ ઉદાસીનતા કેળવવી તે અંતરંગ સત્ પુરૂષાર્થ કહેવાય.
૧૯. પરદ્રવ્ય અને વિભાવને જોતાં-જાણતાં જોનાર-જાણનારનું વિસ્મરણ થવા ન દેવું તે જ્ઞાનપુરુષાર્થ.
૨૦. તમામ પ્રકારના કર્મોદયમાં સાક્ષીભાવે-નિર્લેપભાવે ટકી રહેવું. * जं जहा कहिज्जति तं तहेव परिणामयति । (निशीथचूर्णि भाष्यगाथा 2. વિષયેલુ ન રાશી વા, દ્વેષી વા મૌનમગ્નુતે ।
૪૮૬૨)
समं रूपं विदन्स्तेषु ज्ञानयोगी न लिप्यते ॥ ( अध्यात्मसार १५ | ३७ ) शुद्धात्मद्रव्यमेवाहं, शुद्धज्ञानं गुणो मम ।
नान्योऽहं न ममान्ये चेत्यदो मोहास्त्रमुल्बणम् || ( ज्ञानसार ४। २ )
૧૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org