________________
9.
અંતટંગ પુરુષાર્થની અલૌકિક આળખાણ
પરમાત્મા - હે વત્સ ! ધર્મજગતમાં સત્યશ્રવણ કર્યા પછી પ્રયોગ કર્યા વિના, પ્રસન્નતાપૂર્વક આત્મસ્વભાવમાં રહેવાનો શાંતચિત્તે રુચિપૂર્વક અભ્યાસ કર્યા વિના, અમૂલ્ય સમય આમ ને આમ ઝડપથી વ્યતીત થાય છે. શુદ્ધ "સંયમધર્મ-આત્મધર્મ શ્રદ્ધાપૂર્વક પ્રયોગ કરવાથી, વારંવાર દઢ અંતરંગ પુરુષાર્થ કરવાથી પ્રગટ થાય છે. કેવળ વાતો કરવાથી નહિ. અંતરમાં પરિણમન થાય તો સાંભળેલ સાચું. અંદરમાં પુરુષાર્થ કરે તો પરિણમન થાય, આત્મશુદ્ધિ થાય. માટે ઝડપથી મોક્ષ પ્રાપ્ત કરવાના અમોઘ ઉપાય સ્વરૂપે અંતરંગ સતપુરૂષાર્થને કયારેય પણ, ક્યાંય પણ કોઈ પણ રીતે છોડવાની ભૂલ ન કરતો. કારણ કે* તથાભવ્યત્વના પરિપાક માટે તાત્ત્વિક સાધકજીવનમાં અંતરંગ સત્ પુરુષાર્થ જ અપેક્ષિત છે. અંતરંગ સત્ પુરૂષાર્થ એટલે. ૧. પોતાની આંતરિક સમજણ અને શ્રદ્ધાને સવળી કરવી. ૨. આત્મલક્ષ-પ્રતીતિને અખંડ બનાવવા સમગ્ર જીવન જીવવું. ૩. સ્વ-પરનું યથાર્થ સ્વરૂપ પારમાર્થિક રીતે સમજવા સતત પ્રયત્નશીલ
રહેવું. ૪. પ્રારંભદશામાં *પોતાની આત્મદશા ઓળખી-વિચારી-તપાસી એકંદરે
આધ્યાત્મિક લાભ થાય, ચિત્તશુદ્ધિ થાય તેમ જ્ઞાન, તપ-ત્યાગ-સ્વાધ્યાય
વગેરે ક્રિયા, વૈરાગ્ય, ઉપશમભાવ વગેરેમાં વર્તવાનો પ્રયાસ કરવો. ૫. ગમે તે પ્રસંગમાં પણ સ્વેચ્છાએ-સ્વછંદતાએ વર્તવાનો પ્રયાસ ટાળવો. ૬. પ્રત્યેક ક્ષણમાં અનંત દુઃખ પેદા કરાવે તેવી અવિચારી રમત રમનાર
મેલા મનને પોતાની જાત ન સોંપવી. ૭. મનને અવિક્ષિપ્ત-લીન-સુલીન-આત્મલીન બનાવવું. ૮. પોતાના તરફ સર્વત્ર સતત સંશોધનબુદ્ધિથી નિષ્પક્ષ વર્તન કરવું. A. ૩દ્દેશ પ્રાપ્ય મુરારાત્માને કુર્યાત્ ! (યોગશાસ્ત્ર - ૨૨/) જ મરમરીનું ઇશ્નો મુદ્દો રૂમોનિbout | (Tમરિય - ૬/૧૨૨) है. अन्तरगयत्न एव साधूनामपेक्षितः, विचित्रभव्यत्वानुगुणत्वात् । (उपदेशरहस्य-१९०) ન મ્યારે સથિાપેક્ષા, યોજનાં ચિત્તશુદ્ધ |
ज्ञानपाके शमस्यैव, यत्परैरप्यदः स्मृतं ॥ (अध्यात्मसार-१५।२१)
૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org