________________
વિના વિલંબે એ અવસ્થાને આંબવા માટે પગ થનગની રહ્યાં છે.
ઓ પ્રભુ ! આવા અનંત મહિમાવંત મારા સ્વરૂપને છોડીને મારે
પરસ્વરૂપમાં રમણતા કરવી નથી. મારે આત્મામાં રહેવું છે. હવે તો કેવળ આત્મારૂપે રહેવું છે. આત્મારૂપે જીવવું છે. દેહરૂપે-વાણીરૂપે કે મનરૂપે રહેવું નથી કે જીવવું નથી. બેભાન-બેધ્યાન રૂપે હવે મારે જીવવું નથી.
સ્મૃતિમયરૂપે, કલ્પનારૂપે, સંકલ્પ-વિકલ્પસ્વરૂપે, શેયાકારે વિભાવદશામાં મારે રહેવું નથી, રાગાદિપરિણતિરૂપે જીવવું નથી. નિર્વિકલ્પસ્વરૂપે, સાક્ષીજ્ઞાનરૂપે સદા ટકી રહેવું છે. માત્ર શુદ્ધ ચૈતન્યરૂપે જ જીવવું છે. મારે મારા અલૌકિક આશ્ચર્યકારક અનુપમ સ્વરૂપનું કે મહિમાવંત-પ્રભાવવંત નિજ સ્વભાવનું વિસ્મરણ કરીને જીવવું નથી. મારા શુદ્ધ ચૈતન્યપટ ઉપર વિષમતામય વિભાવદશાનું વિકૃત વળગણ
હવે સામે ચાલીને તો ઊભું નથી જ કરવું. શું ખોટ છે મારામાં? કઈ ઓછાશ છે મારા સ્વરૂપમાં?
કઈ ખામી છે મારી સ્વભાવદશામાં ? મારી સ્વભાવદશામાં સહજ રીતે સ્થિર મગ્ન થવાની
ભાવના-સંકલ્પ-પ્રતિજ્ઞા તોડી ન બેસું તેવી સ્વયંભૂ સદ્ગદ્ધિ-અખૂટ શક્તિ-ઉત્તમ સામગ્રી
ઓ દીનદયાળ! તું ઉદારતાથી આપજે. કમ સે કમ સ્વરૂપસ્મરણરમણતા તો કદિ મારાથી વિખૂટી ન પડો. “એક દિવસે સ્વરૂપસ્મરણમાંથી સ્વરૂપસાક્ષાત્કાર જરૂર થશે.”
એવો મને દઢ વિશ્વાસ છે તારા માર્ગનો. . બસ, અંદરમાં એમ થયા કરે છે કે હમણાં સાધનામાર્ગના ભયસ્થાનો, વિશ્રામસ્થાનો વગેરે તે બતાવ્યા તેમ હજુ તું આગળનો માર્ગ બતાવે જ રાખ. તું પ્રેમથી બોલે ને હું દિલથી સાંભળું. તને દિલ દઈને સાંભળે જ રાખું. બીજા કોઈને સાંભળવાની ઈચ્છા પણ નથી. માત્ર તને સાંભળવાની ઝંખના છે. કારણ કે એટલો સમય તો તું મારી પાસે જ રહે છે ને ! મારા સ્વામી ! આગળનો માર્ગ સંભળાવો.
૧૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org