________________
ઠરનાર, રમણતા કરનાર આનંદઘન આત્મા છું.
અહો ! કેવું અનંત જ્ઞાન ! અનંત આનંદ ! અહો ! કેવું અનંત દર્શન ! અનંત ગુણ વૈભવ ! અહો ! કેવું અનંત ચારિત્ર ! અનંત સ્વરૂપરમણતા ! અહો ! કેવી અનંત શક્તિ ! અનંત લીનતા ! અહો ! કેવી અનંત શુદ્ધિ ! અનંત પૂર્ણતા ! અહો ! કેવી અનંત સ્થિરતા ! અનંત સૌમ્યતા! અહો ! કેવી અનંત અસંગતા ! અનંત પ્રભાવ ! પરિપૂર્ણ સ્વયંભૂ જ્ઞાનજ્યોત ! પરિપૂર્ણ સ્વયંભૂ દર્શન ! પરિપૂર્ણ સ્વયંભૂ ચારિત્ર ! પરિપૂર્ણ સ્વયંભૂ શક્તિ ! પરિપૂર્ણ સ્વયંભૂ શુદ્ધિ ! પરિપૂર્ણ સ્વયંભૂ સ્થિરતા ! -પરિપૂર્ણ સ્વયંભૂ આનંદ ! પરિપૂર્ણ સ્વયંભૂ ગુણવૈભવ ! પરિપૂર્ણ સ્વયંભૂ અસ્તિત્વ ! પરિપૂર્ણ સ્વંયભૂ ચૈતન્ય! આત્મદ્રવ્યરૂપે હું સ્વયંભૂ. મારે મારા સ્વરૂપમાં જ સદા રહેવાનું.
પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના મિશ્રણ કે આલંબન વગરનું મારું મૌલિક સ્વતંત્ર શાશ્વત અસ્તિત્વ !
સ્વાવલંબી-સ્વાધીન-સ્વતંત્ર અસ્તિત્વ ! પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પર્યાયો આપમેળે દોડતા મારામાં આવે છે. પણ મારે મારું અસ્તિત્વ ટકાવવા એક પણ પર્યાયની જરૂર નથી. આવું મારું સ્વાવલંબી અસ્તિત્વ છે.
દેહ-મન-વચન-પુદ્ગલમાત્રથી ભિન્ન-અક્ષય-અકલંક - ચિદ્ધન, આનંદઘન, ગુણમય, શુદ્ધિમય
કેવું અલૌકિક સ્વરૂપ છે મારું ! ફાંફા મારીને બહારથી છીનું કયારેય પણ, કયાંય પણ, કોઈનું પણ, કયાંયથી પણ, કશું પણ, કોઈ પણ રીતે લેવાની આવશ્યકતા જ ના રહે તેવું પરિપૂર્ણ-સમૃદ્ધ-શાશ્વત આત્મસ્વરૂપ જાણીને તેને માણવા - અનુભવવા માટે પ્રભુ ! હવે આ
| આતમરામ અધીરો બન્યો છે. .. आनंदरूपं परमात्मतत्त्वं, समस्तसंकल्पविकल्पमुक्तं । स्वभावलीना निवसन्ति नित्यं, जानाति योगी स्वयमेव तत्त्वम् ॥ (परमानंदपंचविंशति १२) ।
૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org