________________
૫.
કેવો અદભુત છે આત્મા ! હે પરમ દીનદયાળ ! સાધનામાર્ગમાં આવતા ભયસ્થાનો અને વિશ્રામસ્થાનો જણાવીને ખૂબ ખૂબ ઉપકાર કર્યો. મારું સ્વરૂપ ઓળખાવીને, અપ્રમત્ત મોક્ષપુરુષાર્થની પાવન પ્રેરણા કરીને, ઘેટાનાં ટોળામાં ભળી ગયેલા સિંહ બાળ પ્રત્યે ગર્જના કરીને આપે ચેતવવાનો અમાપ ઉપકાર કર્યો છે. આપની વાણી ઉપર જેમ જેમ વિચાર કરું છું તેમ તેમ મારું સ્વરૂપ વધુને વધુ સ્પષ્ટ રીતે જણાતું જણાય છે; મારો મૂળભૂત સ્વભાવ અને નિજસ્વભાવમાં ઠરવાથી પ્રગટતો પ્રભાવ આપની કરુણાથી મારી નજર સામે તરવરી રહ્યો છે.
અહો ! હું કેવો અદ્ભુત આત્મા છું.
નરક-નિગોદ વગેરે બધે સ્થળે ભટકવા છતાં અનંત કાળમાં મારો એક પણ આત્મપ્રદેશ કયારેય છુટો-વિખૂટો પડ્યો નથી, પડતો નથી કે પડશે નહિ.
કેવી અલૌકિક પ્રદેશધ્રુવતા-સ્વરૂપસ્થિરતા.
એક સમયમાં લોકના એક છેડેથી લોકાંતે પહોંચવાની કેવી ગજબનાક શક્તિ અને ધ્રુવસામર્થ્ય !
અનંતકાળથી અનંત પર્યાયો પ્રગટ થવા છતાં, રવાના થવા છતાં મારા શાશ્વત-શુદ્ધ આત્મદ્રવ્યની મૂળભૂત શક્તિ લેશ પણ ઓછી થતી નથી. તેમાં કદિ પણ કાંઈ જ ખૂટતું નથી.
મોક્ષમાં જવાની સાથે જ નિગોદના જીવને અનાદિ કેદમાંથી છોડાવવાનો કેવો અજબ-ગજબ અને સહજ પ્રભાવ !
શાંત સ્થિર.... પૂર્ણ પરિપૂર્ણ... શુદ્ધ વિશુદ્ધ પરિશુદ્ધ...
સ્વયં સ્વસ્થાને રહીને ત્રણ કાળના ત્રણ લોકના તમામ દ્રવ્યોના તમામ ગુણપર્યાયોને ઉદાસીનપણે અપરોક્ષ રીતે એકીસાથે જાણનારો-જોનારો.
આવા અનંત નિર્મળ જ્ઞાન-દર્શનને અનંત કાળ ધારવા છતાં ઉપાદેયપણે અનંત-અવ્યાબાધ સહજ અતીન્દ્રિય નિજાનંદને અપરોક્ષ રીતે અખંડપણે અનુભવવામાં સદા લીન-વિલીન. સ્વદ્રવ્યમાં જ સદા રહેનાર, રમનાર,
.. अनन्तपर्यायाविर्भाव-तिरोभावाभ्यामप्यविचलितशुद्धात्मद्रव्यैकशक्तिमत्त्वात् ।
(ધર્મપરીક્ષા-૧૭ વૃત્તિ).
૧૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org