________________
આત્મજ્ઞાન-ભેદજ્ઞાન-ધ્યાન-લય-સમાધિ-સ્વાનુભૂતિ વગેરે પગથિયે પણ રોકાયા વિના સતત આગળ વધતો જ જજે. ત્યાં શાંતિનો ભોગવટો કરીશ, વિશ્રામ કરીશ તો મુખ્ય ધ્યેય સ્વરૂપ જે ક્ષાયિક પૂર્ણ શુદ્ધ અનાવૃત વીતરાગ દશાકૈવલ્યદશાનું પ્રકટીકરણ તે લંબાતું જશે, દૂર ઠેલાતું જશે.
ઊંચી ભૂમિકાએ પણ મૂળભૂત ધ્યેય તરફ જાગૃતિ, લગની, તાલાવેલી ટકી રહેશે તો મોક્ષ દૂર નહિ રહે. વચલી અવાંતર ભૂમિકાએ અનુભવાતી શાંતિમાં થતી ઠંડક, તૃપ્તિ કયારેય પ્રમાદમાં નિમિત્ત ન બની જાય- એ રીતે અંતરંગ પુરૂષાર્થ સતત ઉપાડતો રહેજે.
ઉચ્ચતમ આત્મજ્ઞાન પ્રગટ થાય તો પણ પોતાની ભૂમિકાને ઉચિત અને અવસરયોગ્ય એવા *અંતરંગ પુરુષાર્થને કદિ પણ છોડતો નહિ. આત્મભાનપૂર્વક લક્ષ્યશુદ્ધિથી અપ્રમત્ત રીતે આંતરિક મોક્ષપુરુષાર્થમાં વ્યસ્ત રહેજે, શુદ્ધ આત્મગુણવૈભવમાં મસ્ત રહેજે. દોષોથી ત્રસ્ત રહેજે. તારું કામ નિર્વિઘ્ન સંપન્ન થશે જ.
*. રાજૂરનાં ક્રિય ને, જ્ઞાનપૂડપેક્ષતે |
પ્રવી: સ્વપ્રકાશદીપ, નૈનપૂર્યાદિ યથા + (જ્ઞાનસાર શરૂ)
૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org