________________
8.
મોટા માઘsો પણ અહીં અટવાઈ ગયા.
વત્સ ! ધ્યાનસાધનામાં તારો સમર્પણભાવ-શરણાગતિનો ભાવ જાણી ગુણાનુરાગીને આનંદ થાય તેવું છે. કાયમ આ સમર્પણભાવ ટકાવી રાખજે. કારણ કે દેવ-ગુરુ પ્રત્યે બિનશરતી કાયમી દઢ વિશુદ્ધ સમર્પણભાવ ન હોય તેના માટે સાધનામાર્ગમાં બીજે ફંટાઈ જવાના-અટકવાના-વિશ્રામ કરવાના સ્થાનો પણ પાર વગરના છે.
સાધનાની પગદંડીએ પા-પા પગલી માંડે કે પુણ્યવૈભવ સાધકની દષ્ટિને આંજે. પ્રસિદ્ધિ, વાક્પટુતા, લેખનશક્તિ, સૌભાગ્ય, આદેયનામકર્મોદય, પ્રભાવકતા, પરાઘાતનામકર્મ, વિદ્વત્તા, પ્રલોભન, અનુયાયી વર્તુળ, ભક્તવૃન્દ, અન્ય લૌકિક વિશેષતા વગેરે વગેરે બીજે ફંટાઈ જવાના પુષ્કળ સ્થાનો છે. અનુભૂતિના સ્તરે કશુંક નક્કર પામ્યા પહેલાં જ બીજાને પમાડી દેવાની ઘેલછામાં પણ ઘણા સાધકો સપડાયેલા છે. માટે ઉત્કૃષ્ટ પરોપકારની ભાવનાને પણ ઉપશમાવી દેજે. રૂપવાન સ્ત્રી, શૃંગારિક સાહિત્યદર્શન, વિભૂષા, આડંબર, ગારમગ્નતા વગેરે પ્રલોભનોમાં પણ પ્રચુર પ્રમાણમાં મોટા મોટા પણ સાધકો અટવાયા છે, અટકેલા છે.
ધ્યાનસાધનાભ્યાસ દરમ્યાન આજ્ઞાચક્રમાં લાલ-પીળા-લીલા-શ્વેત આદિ પ્રકાશનો અનુભવ, દિવ્ય સુગંધ, દિવ્યધ્વનિશ્રવણ, દિવ્યરૂપદર્શન, નાદ શ્રવણ, સુધારસસ્વાદાનુભૂતિ, અપ્સરાદર્શન-સ્પર્શન, શારીરિક શાતાનો અનુભવ, માનસિક શાંતિની અનુભૂતિ, ઉજ્જવળ તેજોમય ચૈતન્યમૂર્તિદર્શન, સાંકેતિક સ્વપ્રદર્શન, ગેબીસંકેતપ્રાપ્તિ, લબ્ધિ, શક્તિ, ચમત્કારસામર્થ્ય, ભવિષ્ય ફુરણા, વચનસિદ્ધિ, સંકલ્પસિદ્ધિ, ઇચ્છાસિદ્ધિ, અણિમાદિ અષ્ટસિદ્ધિ, અંતઃસ્કુરણા, આકાશવાણી, દૈવી સંકેત, દેવનું અમોઘ સાન્નિધ્ય, કુદરતી સહાય, આંતરિક શાંતિનો ભોગવટો, શબ્દમગ્નતા, મંત્રલય, ચિત્તસ્થિરતા... આ બધા સાધના માર્ગમાં વિશ્રાન્તિના સ્થાનો છે. અહીં ઘણા સાધકો અટકેલા છે, રોકાયેલા છે અને મૂળ ધ્યેયથી ખસી ગયા છે. આ ભયસ્થાન બહુ મોટું છે. કલ્પિત, તુચ્છ, અપારમાર્થિક કે વિનશ્વર ચીજમાં જીવ એકાકાર થાય તો નવો સંસાર વધે છે.
સાધનામાં માનસિક શાતાનું વદન થાય ત્યારે તેમાં અટકવાના બદલે, A સહિં હં સMા (સૂત્રવૃત્તાંગ /૭/ર૦)
૧૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org