________________
નિવૃત્ત હો, નિવૃત્ત હો. દેહાધ્યાસ, કામાવ્યાસ, નામાવ્યાસ, રૂપાધ્યાસ અને વિકલ્પાધ્યાસ વિલીન થાવ, વિલીન થાવ. શુદ્ધ પરિણામસ્વરૂપ પાવન ચારિત્રદશા પ્રગટ થાવ, પ્રગટ થાવ.
હે હૃદયના હાર ! આ ચૈતન્યપટ ઉપર કયારેય પણ, કયાંય પણ, કોઈ પણ રીતે આપના સિવાય અન્યનો પડછાયો પણ ના પડો- એવી આપને અંતરના ય અંતરથી દર્દપૂર્ણ પ્રાર્થના કરું છું.
(૧) વિભાવમુક્ત સ્વભાવયુક્ત આત્મસ્વરૂપ પ્રગટ કરવાથી વંદનીયપૂજનીય બનેલા આપને અહોભાવે શતશઃ નમસ્કાર કરું છું. (૨) આપના જેવું જ દોષમુક્ત અને ગુણપૂર્ણ મારું સ્વરૂપ યાદ કરાવનાર આપને કૃતજ્ઞભાવે કોટિશઃ વંદન કરું છું. (૩) અપ્રમત્ત આત્મપુરુષાર્થ કરવા દ્વારા આપે જેવું વિશુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કર્યું તેવું મારું સ્વરૂપ પ્રગટ કરવા માટે આપને અનંતશઃ નમન કરું છું. (૪) આપના જેવું નિર્મળ આત્મસ્વરૂપ પ્રગટાવવાનો સત્ય માર્ગ બતાવનારા આપને અનંત-અનંતવાર પ્રણામ કરું છું. (૫) નિર્દોષનિરુપાધિક-આનંદમય આત્મસ્વરૂપને પ્રેમથી પ્રગટ કરાવે તેવી આંતરિક સાચી-સારી સમજણ, અંતરંગ અપ્રમત્ત પુરુષાર્થ, પ્રેરક સંયોગ, ઉત્તમ સામગ્રી મળે તે માટે વારંવાર ભાવપૂર્વક આપના પાવન ચરણારવિંદમાં નતમસ્તકે સમર્પિત થાઉં છું. દેવાધિદેવ ! આપનું સ્વરૂપ કેવું અદ્ભુત છે !
વીતરાગ. શાંત, સ્થિર, શુદ્ધ, બુદ્ધ, મુક્ત. - નિરંજન, નિરાકાર, નિર્લેપ, નિર્વિકલ્પ.
અવિનાશી, અસંગ, અનંત, અતીન્દ્રિય, અવર્ણનીય. આનંદમય, જ્ઞાનમય, શક્તિમય, શુદ્ધિમય, સિદ્ધિમય, ચૈતન્યમય. પરમપાવન, પ્રબુદ્ધ, પ્રશાંત, પ્રમુક્ત, પરિશુદ્ધ, પરિપૂર્ણ, પરમાત્મા
તારા- શુદ્ધ ચૈતન્યમાં મારી ચિત્તવૃત્તિ સ્થિર થાવ, સ્થિર થાવ.
'તારા પાવન સ્વરૂપમાં મારી ચેતના મળી જાવ, ભળી જાવ. .. अनन्यशरणीभूय स तस्मिन् लीयते यथा ।
ध्यातृध्यानोभयाभावे ध्येयेनैक्यं तथा व्रजेत् ।। (ध्यानदीपिका १७५) .. अनन्यशरणीभूय स तस्मिन् लीयते तथा ।
ध्यातृ-ध्यानोभयाभावे ध्येयेनैक्यं यथा व्रजेत् ।। (योगशास्त्र १०/३)
૧૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org