________________
.
તારું ધ્યાન ઘ છું
હે સીમંધર સ્વામી, યુગમંધર સ્વામી, બાહુ-સુબાહુ આદિવશ વિહરમાન ભગવંતો ! આપે સ્થાપેલો વીતરાગમાર્ગ-મોક્ષમાર્ગ-જિનશાસન, આપના ગણધર ભગવંત, બે કરોડ કેવલી ભગવંત, વીશ અબજ સાધુ-સાધ્વીજી ભગવંત, મોક્ષમાર્ગની આરાધના કરીને કર્મમુક્ત થયેલા અનંત સિદ્ધ ભગવંત! આપ સર્વેની નિશ્રામાં આત્મલક્ષી, મોક્ષલક્ષી, કર્મનિરાલક્ષી, આત્મશુદ્ધિલક્ષી, કામક્રોધાદિદોષક્ષયલક્ષી, દોષાનુબંધક્ષયલક્ષી, ચિત્તશુદ્ધિલક્ષી, ચિત્તસ્થિરતાલક્ષી, સમતાલક્ષી ધ્યાનાભ્યાસ કરું છું. તે આપ સર્વેની કૃપાથી, પ્રભાવથી, સહાયથી અને આલંબનથી સમ્યફ થાવ, સમજણયુક્ત થાવ, અપ્રમત્ત થાવ, નિરતિચાર બનો, નિર્વિઘ્ન બનો, પ્રસન્નતાયુક્ત થાવ, સરસ-સફળ-સાનુબંધ બનો. અને એમ જ થશે -એવી પૂર્ણ શ્રદ્ધાથી હું આ પ્રયત્ન કરું છું.
ભૂતકાળની સ્મૃતિ અને ચિંતા, ભવિષ્યની આશા અને કલ્પના તથા વર્તમાનના નિરર્થક સંકલ્પ-વિકલ્પને તજીને આપના ચરણે અને શરણે હું ઉપસ્થિત થયો છું. હું આપનું સ્મરણ કરું છું. આપનું શરણું સ્વીકારું છું. આપને સમર્પિત બનું છું. આપ જ મારો આધાર અને આલંબન છો. પરમ શ્રદ્ધેય અને પાવન ધ્યેય છો. હું તો બસ આપનું ધ્યાન ધરું છું. શાંત ચિત્ત અને પ્રસન્ન મુદ્રાપૂર્વક ધ્યાનાભ્યાસ કરું છું.
આપના વહાલા તમામ જીવો પ્રત્યે અનંત મૈત્રી, અનંત કરુણા, અનંત મુદિતા અને અનંત સમતાથી હું વાસિત થાઉં છું. સહુ જીવોનું મંગળ થાઓ. આપના પ્રભાવે સર્વ જીવોનું સાચું કલ્યાણ થાઓ. સઘળા આત્માઓને આપનો આ મંગલ મોક્ષમાર્ગ, નિર્જરામાર્ગ, વીતરાગમાર્ગ, ધ્યાનમાર્ગ, સમતામાર્ગ સંપ્રાપ્ત થાય. મેં જેના પ્રત્યે દ્વેષ-દુર્ભાવ-અન્યાય કરેલ હોય તે તમામ જીવોની હું ક્ષમાયાચના કરું છું અને તેમને વહેલી તકે શાશ્વત આત્માનંદ પ્રાપ્ત થાય એવી પરમાત્માને હાર્દિક પ્રાર્થના કરું છું.
હે જિનેશ્વર ભગવંત ! આપનું શાસન, આપની ભક્તિસહ આજ્ઞા અને આપની ઉત્કૃષ્ટ પ્રગટ આત્મદશા - કેવળ આ ત્રણ પાવન તત્ત્વોની જ મારા આત્મા ઉપર અસર હો, પ્રભાવ હો. આ ત્રણેયમાં પણ કેન્દ્રસ્થાને તો માત્ર આપ જ છો. આપના પ્રભાવે મોહ-લોભનો તાદામ્ય ભાવ - મોદ-વિદ્દીને ત્યાત્મનઃ રામ: શુદ્ધ, ઘરનુવનતત્વત્ | સ ઇવ દિ વારિવાવાળ: | (ચદ્વિતિચ-મધ્યમ-3/9.995)
૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org