________________
ચઢી જાય છે. એમ કરતાં કરતાં એનું સમગ્ર જીવન, તમામ પ્રવૃત્તિ સહજ ધ્યાન સ્વરૂપ જ બની જાય. આ છે યોગની સાતમી દષ્ટિનો આછો પરિચય.
નિદ્રામાં પણ આત્મા જ નજરાયા કરે. ઊંઘમાં પણ છકે-સાતમે ગુણસ્થાનકે ટકી રહેવા સહજ ભાવે પ્રયત્ન ચાલુ રહે. દીર્ઘકાલીન અભ્યાસથી આત્મસાતુ થઈ ચૂકેલી હળવીફૂલ જયણા સ્વાભાવિકપણે જળવાઈ રહે તે રીતે થતી સાધકજીવનની કોઈ પણ પ્રવૃત્તિ તેના સહજ આત્મધ્યાનયોગમાં બાધક બની શકતી નથી. ઊલટું સાધના જીવનની પ્રત્યેક ક્રિયાથી તેનું ધ્યાન દઢ થતું જાય છે. આ છે ધ્યાનયોગની પરાકાષ્ઠા.
આવું આધ્યાત્મિક ધ્યાન એ જ શ્રેષ્ઠ જીવંત જ્ઞાન છે, તે જ સર્વોત્તમ ધર્મ છે અને તે જ સર્વ શાસ્ત્રોનું ગૂઢ રહસ્ય છે કે જે નિશ્ચયનયની અગ્નિપરીક્ષામાં શુદ્ધ સુવર્ણસ્વરૂપે સાબિત થઈ ચૂકેલ છે. સત્ય આત્મધ્યાનને ઓળખવાનું, તેની તરતમતાને માપવાનું આ છે થર્મોમીટર તથા તારે પોતાને પારમાર્થિક ધ્યાનયોગ સાધવાનું આ છે અમૂલ્ય તાત્વિક અભ્રાન્ત માર્ગદર્શન. - વત્સ ! સમજણપૂર્વક ધ્યાનસાધનાના ઊંડા અભ્યાસ દ્વારા વહેલી તકે શુકલધ્યાનમાં આરૂઢ થઈ ક્ષાયિક પૂર્ણ વીતરાગદશા અને કૈવલ્યબોધિ સંપ્રાપ્ત કર એવા મારા તને આશિષ છે.
.. प्रभायां पुनरर्कभा-समानो बोधः, स ध्यानहेतुरेव सर्वदा, नेह प्रायो
विकल्पावसरः, प्रशमसारं सुखमिह । (योगदृष्टिसमुच्चय-गा. १५ वृत्तिः) *. जो किर जयणापुब्बो वावारो सो न झाणपडिवक्रतो । (अध्यात्ममत परीक्षा-८) A. एयं परमं नाणं परमो धम्मो इमो च्चिय पसिद्धो ।
एयं परमरहस्सं णिच्छयसुदं जिणा बिंति ।। (धर्मपरीक्षा-१००)
૧૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org