________________
હોતી નથી. તેમ પોતાના પરિણામસ્વભાવમાં મોક્ષપર્યાય પ્રગટે કે ના પ્રગટે તેની પણ ફિકર તેને રહેતી નથી. કારણ કે વર્તમાન કાળે જ ધ્યાનમાં આત્માનું સ્વરૂપ આત્માને કેવળ આનંદમય જ અનુભવાય છે. માટે જ ધ્યાનસમાપ્તિ પછી ઝડપથી ધ્યાનમાં જવા આત્મજ્ઞાની ઈચ્છ, ઝંખે, તલસે, પ્રયત્ન કરે.
બાહ્ય સંયોગાદિના લીધે વૃત્તિ અને ઉપયોગની સ્થિરતાપૂર્વક આત્મધ્યાનમાં જઈ ન શકાય તો ધ્યાનાભિલાષી સાધક ધ્યાન સિવાયની પ્રવૃત્તિના કે નિવૃત્તિના કાળમાં અસંગ સાક્ષીભાવની –જ્ઞાતાદૃષ્ટાભાવની સાધનામાં તરત જ જોડાઈ જાય અથવા ધ્યાનમાં પ્રાણ પૂરનારી, ધ્યાનને જીવંત બનાવનારી
અનિત્યાદિ બાર ભાવનામાં, મૈત્રી આદિ ચાર ભાવનામાં અભ્રાન્તચિત્તે આત્મલક્ષે લાગી જાય, અથવા તીર્થંકર પરમાત્મા વગેરેની એકાંત-મૌનધ્યાન-કાયોત્સર્ગમય અંતરંગ અપ્રમત્ત સાધનામાં વણાયેલી ઉચ્ચ અસંગ આત્મદશામાં ચિત્તવૃત્તિને જોડી દે.
“અવારનવાર આત્મધ્યાનમાંથી બહાર આવવું પડે છે તેના કરતાં કાયમ શુદ્ધ ચૈતન્યમાં જ ક્યારે સ્થિર થઈ જાઉં? ચૈતન્યમય બની જાઉં. શુદ્ધ ચિસ્વરૂપમાં જ પ્રતિક્ષણ નિવાસ કરું- એવી દશા ક્યારે આવશે?' એવી હાર્દિક અને પ્રશમરસથી ભીંજાયેલી ભાવનાથી પુનઃ આત્મધ્યાનમાં તે લાગી જાય. એના સિવાય એ રહી જ ના શકે. તક મળતાં ફરીથી શુદ્ધાશયથી આત્મધ્યાનમાં જોડાઈ જાય.
સાધકજીવનની-સાધુજીવનની કોઈ ક્રિયા એવી ના હોય કે જેના માધ્યમથી ધ્યાનયોગમાં આરૂઢ થઈ ન શકાય. અહીં આત્મબોધ જ એટલો વિશદ-પારદર્શક હોય છે કે પ્રાયઃ આડા-અવળા સંકલ્પ-વિકલ્પને ઊભો થવાનો મોકો આપ્યા વિના યોગી ધ્યાનયોગમાં સરળતાથી અને ઝડપથી
નિત્યતાનુપ્રેક્ષ, ધ્યાનસ્થોપરનેડવિ ઢિ |
માવન્નિત્યમ્રાન્ત:, પ્રા ધ્યાનસ્થ તા: ઐ7 | (અધ્યાત્મસાર ૬૦૦) .. झाणोवरमेऽवि मुणी णिच्चमणिच्चाइभावणापरमो । (ध्यानशतक-६५) > નોરતો િનવિવિધનિત્ય માવજત્તનત: |
योऽनुप्रेक्षां धत्ते इति शाश्वत: सोऽतुलो ध्यानी ।। (ध्यानदीपिका १८०) .. नास्ति काचिदसौ क्रिया यया साधूनां ध्यानं न भवति ।
(आवश्यनियुक्ति हारिभद्रवृत्ति-ध्यानशतक-१०५)
૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org