________________
યોગી પાસે પાંગળા સાબિત થાય છે. વાસના ત્યારે વાંઝણી બને છે, સળગીને રાખ થાય છે.
જેમ ‘અગ્નિ’ શબ્દ લખેલી હજારો ચિઠ્ઠી રૂ ઉપર જોરથી નાંખવામાં આવે તો પણ રૂ સળગતું નથી અને મેરુપર્વત જેટલા મોટા રૂના ઢગલામાં અગ્નિનો એક કણિયો ધીમેથી મૂકવામાં આવે તો પણ તે રૂનો ઢગલો ઝડપથી બળીને રાખ થઈ જાય છે. તેમ શાસ્ત્રજ્ઞાન ‘અગ્નિ’ લખેલ ચિટ્ઠી જેવું છે, અનુભવજ્ઞાન અગ્નિના જીવંત કણ સમાન છે અને કામવાસના વગેરે દોષો રૂના ઢગલા તુલ્ય છે. માટે જ અનુભવજ્ઞાની, આત્મજ્ઞાની કામ-ક્રોધાદિ દોષોનો શિકાર સામે ચાલીને બની શકે નહિ. સ્વેચ્છાથી વૈયિક આનંદ અનુભવે તો આત્મજ્ઞાની અને અજ્ઞાનીમાં કોઈ ફરક જ નથી.
‘મોક્ષ *થાવ કે ન થાવ. મારે મોક્ષની પણ સ્પૃહા નથી. *મને તો અત્યારે જ, અહીં જ, પરમાનંદ-પૂર્ણાનંદ અનુભવાય છે. (પર્યાયની આટલી ગૌણતા દ્રવ્યદૃષ્ટિમાં, આત્મલક્ષી પરિણતિમાં સહજતઃ થઈ જાય છે) આ અનુભવાતો આત્માનંદ તો વિષયાનંદ કરતાં અનંતગુણ ચઢિયાતો છે.' આ દશા છે વાસના વગેરે દોષોના આવેગથી મુક્ત થયેલા અને આત્મતૃપ્ત બનેલા ધ્યાનયોગીની. મોક્ષ તો તેની સેવામાં રહેવા તૈયાર થઈ જાય છે. ‘હું આપને આધીન છું. આપની સેવામાં હાજર છું. મને આપ સ્વીકારો.’એમ મુક્તિ૨મણી ધ્યાનયોગીને વિનવે છે. મુક્તિ૨મણી પણ ફિદા થઈ જાય તેવી ધ્યાનમસ્તી કોઈક જુદી જ ચીજ છે. તેને ઓળખાવવા શબ્દો પાંગળા સાબિત થાય છે.
તેના લીધે ‘હવે પરિણતિમાં-પર્યાયદશામાં-પરિણમનસ્વભાવમાં મોક્ષ ટૂંક સમયમાં પ્રગટ થશે જ’- એવી દૃઢ પ્રતીતિ, આત્મવિશ્વાસ અને નિશ્ચિતતા આવી જાય છે. આપમેળે આવી મળનાર મુક્તિની પણ કશી દરકાર પછી તેને રહેતી નથી. દરીયામાં મોજા ઉછળે કે ના છળે તેની કશી ચિંતા દરીયાને
बुद्धाऽद्वैतसतत्त्वस्य यथेच्छाचरणं यदि ।
शुनां तत्त्वदृशां चैव, को भेदोऽशुचिभक्षणे || ( अध्यात्मोपनिषत् ३५ ) *.‘ભવ-મોચ્ચાઽડિવો' । (યોગશતઃ-૨૦)
* मोक्षोऽस्तु माऽस्तु यदि वा परमानन्दस्तु वेद्यते स खलु । यस्मिन्निखिलसुखानि प्रतिभासन्ते न किञ्चिदिव ॥ >. सङ्गावेशान्निवृत्तानां मा भून्मोक्षो वशंवदः । यत्किञ्चन पुनः सौख्यं निर्वक्तुं तन्न शक्यते ॥
૧૪૦
Jain Education International
(યોગશાસ્ત્ર ?૨/૬)
(સભ્યશતઃ-૮૭)
For Private & Personal Use Only
www.jainelibrary.org