________________
સમયે આત્મામાંથી નિપાધિક આનંદ-નિરવધિ-શાંતિ-સમાધિ સતત સહજપણે નીકળ્યા જ કરે છે. જેમાંથી પરમ તૃપ્તિ, અવર્ણનીય આનંદ, અતકર્ય શીતળતા, કલ્પનાતીત પ્રસન્નતા, અપૂર્વ નિશ્ચિતતા અને સ્વાધીન સુખ મળે તેમાંથી બહાર આવવાનું મન કેમ થાય ? તેમાં થાક-કષ્ટ-કંટાળો-તણાવઆકુળતા ન જ લાગે.
તાત્ત્વિક ધ્યાનમાં આત્મભાન અખંડપણે ટકાવી રાખવા આત્મવીર્ય સતત કાર્યાન્વિત રહેવા છતાં પણ થાકે નહિ, કારણ કે તે આત્મસ્વભાવરૂપ હોવાથી, નિજસ્વભાવને અનુકૂળ હોવાથી પરિશ્રમરૂપે વેદાય નહિ. તેથી ખેદ, થાક કે કંટાળો પ્રગટાવે નહિ. યોગ-ઉપયોગની અસ્થિરતાના લીધે અંતર્મુહૂર્તથી વધુ સમય સળંગ તેમાં ટકી ન શકાય તે વાત અલગ છે. પણ તે દશા આનંદદાયક જ હોય, તેથી તે ધ્યાનની ધારામાં આરૂઢ થવા સાધક ઝડપથી પ્રવર્તે છે.
જો તેમાં ખેદ વર્તે તો આત્મભાવથી અન્ય ભાવમાં મીઠાશ વર્તતી જાણવી. તે સૂક્ષ્મ પ્રમાદ છે. તે જ ધ્યાનસાધના દરમ્યાન અભ્રાન્ત આત્મપ્રવૃત્તિમાં બાધક છે. આ મીઠાશ આત્મભાન ટકાવી રાખવામાં ભલભલા સાધકોને ગોથાં ખવરાવી દે છે. તેથી આત્મભાવ-અનાત્મભાવની ખતવણીમાં, આત્મભાન-અનાત્મભાનની વહેંચણીમાં કદિ ભૂલ થાપ ખાવી નહિ. તેમાં જ સૂક્ષ્મ પણ *પ્રમાદને છોડીને સમાધિપૂર્વક ધ્યાનયોગમાં સ્થિર થવું.
તાત્ત્વિક ધ્યાનમાં કેવળ પોતાનું જ સ્વરૂપ પોતે અનુભવવાનું છે. પોતાનું સ્વરૂપ પોતાને દુઃખરૂપ કઈ રીતે હોય ? સુમધુર જ્ઞાનાનંદ માણનાર, અમૃતમય આત્માનંદને અનુભવનાર અને આત્મવિચારથી તૃપ્ત એવા આત્મજ્ઞાની કદિ પણ ઝેરી કામવાસના કે ભોગસુખથી લલચાય નહિ. “તપસાધનાને નિષ્ફળ કરનારા અને યોગસાધનાથી ભ્રષ્ટ કરનારા એવા કામવાસનાના શસ્ત્રો પણ તાત્ત્વિક ધ્યાનયોગકવચથી સુરક્ષિત થઈ ચૂકેલા *. सव्वे सरा नियटुंति, तक्का जत्थ न विज्जड़,
મ તત્થ ન દિયા | (વાર-:/૬/૭૨) * ઉપમત્તે સમાદિતે રૂતિ ! (ારાં ૧//૨/૬૭) - સ્વાહિતા સુમધુરા, વેન જ્ઞાનતિ: સુધા |
न लगत्येव तच्चेतो, विषयेषु विषेष्विव ।। (अध्यात्मोपनिषत २१७) .. कुण्ठीभवन्ति तीक्ष्णानि मन्मथास्त्राणि सर्वथा ।
योगवर्माऽऽवृते चित्ते तपश्छिद्रकराण्यपि ॥ (योगबिन्दु-३९)
૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org