________________
શેયનું આકર્ષણ છોડી, શેયને નહિ પણ જાણવાના સ્વભાવને જાણવાની ટેવ પાડવાથી ધ્યાનમાં આત્મદર્શન થાય, સ્વાનુભૂતિ થાય. પરંતુ જ્યાં સુધી અનંતાનુબંધી કષાય, તીવ્ર "રાગ, દ્વેષ હોય ત્યાં સુધી શેયનું આકર્ષણ જ્ઞાનમાંથી જાય નહિ, જ્ઞાતા પ્રત્યે જ્ઞાનઉપયોગ જાય નહિ અને તાત્ત્વિક ધ્યાન આવે નહિ. માટે સૌ પ્રથમ અનંતાનુબંધી કષાયને હટાવવા. કષાય અને કષાયને જાણનાર-આ બન્નેને જુદા જાણવાજોવા-અનુભવવા દ્વારા કષાય ક્ષીણ થાય છે, નિર્બળ થાય છે, નીરસ થાય છે. માટે આનો અભ્યાસ દઢ કરવો, જો પારમાર્થિક ધ્યાનને આત્મસાત્ કરવું હોય તો.
અનંતાનુબંધી કષાયને નિર્મૂળ કરવાના પ્રયત્નની સાથે-સાથે લક્ષ કેવળ આત્માને જ જાણવા-જોવા-અનુભવવાનું રાખવાથી સહજ રીતે દેહાધ્યાસ ટળે, ઈન્દ્રિય તથા મન શાંત થાય, બહારમાં ઈન્દ્રિયપ્રવૃત્તિ અને મનોવૃત્તિની ગતિ આપમેળે રોકાય ત્યારે ઉપયોગ આત્મસ્વભાવ તરફ વળે અને આત્મામાં જ પરિણતિ અને ઉપયોગની સ્થિરતા પ્રગટે. તેનું નામ તાત્ત્વિક ધ્યાન.
તાત્વિક ધ્યાનની ફલશ્રુતિ એ છે કે ધ્યાન પછી સ્વરૂપમાંથી, સ્વભાવદશામાંથી બહાર આવવું આકરું લાગે, મુશ્કેલ લાગે. ધ્યાનમાંથી બહાર આવતાં ઠંડક નહિ પણ ત્રાસ લાગે. તાત્ત્વિક ધ્યાન કલાકો સુધી કરવા છતાં તે ભારબોજ કે કંટાળા સ્વરૂપ ન લાગે. કારણ કે પારમાર્થિક પરમકલ્યાણમિત્રસ્વરૂપ આત્મધ્યાનના સમયે અનુભવાતો અને અનાદિકાળથી વિખૂટો પડી ગયેલો એવો જ્ઞાનાનંદ-ઉપશમઆનંદ-આત્માનંદ-આત્મશાંતિ ખરેખર અલૌકિક અને સ્વાભાવિક હોય છે. સ્વાભાવિક આત્માનંદ ક્યારેય ભારબોજ, કંટાળા કે થાકરૂપ ન જ બને. બાકી તે વાસ્તવિક આત્માનંદ ન કહેવાય. બરફમાંથી ઠંડક સતત નીકળ્યા કરે તેમ પારમાર્થિક "આત્મધ્યાન .. लाख बातकी बात यह, तोकुं देइ बताय;
जो परमातमपद चहे, राग द्वेष तज भाय. (परमात्मछत्रीसी - २५) A. યોયત્યમવર્નાવિયુ, યસ શમરતિં ત્વરિત વત્ |
ધ્યાનમત્રમિવ માં ના, વિંડ ઉર્નતિ છત્રમમિત્રેઃ (aધ્યાભિસર-૨૭૮) - રસો મોવધિ ને, સમશે મોનના |
अध्यात्मशास्त्रसेवायां, रसो निरवधिः पुनः ।। (अध्यात्मसार १।२१)
૧૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org