________________
(૬) તત્પશ્ચાતુ પોતાના જ શરીરમાં રહેલ આત્માને-શુદ્ધ આત્મદ્રવ્યને લક્ષમાં રાખીને હું તો આનંદમય અસંગ અવિનાશી અનામય અવિકારી સાક્ષીમાત્ર નિર્વિકલ્પષ્ટ જ છું - આમ ભાવનામય ઉપયોગલક્ષી ધ્યાન આવે. જીવન વ્યવહારમાં “હું શરીર નહિ પણ આનંદમય આત્મા છું' એવી ભાવનાપૂર્વક દરેક ક્રિયાના અવસરે આત્મભાવે આત્મામાં રહેવાનો અભ્યાસ કરવા દ્વારા દૈહિક અસરથી મુક્ત બની એ ભાવનાને શુદ્ધ ભાવે પરિણમાવવાના ઉદેશથી ઉપયોગ અને પરિણતિ ઠરે તો ભાવનામય ધ્યાન ખરા અર્થમાં પ્રગટ થાય.
(૭) આ ધ્યાનથી ભાવિત થયા પછી આડા-અવળા વિચારવાયુને ઉપાદેયભાવે વળગ્યા વિના બધા વિકલ્પોની વચ્ચે એને જાણનાર તત્ત્વ એ જ હું આ પ્રમાણે અર્થપ્રધાન ઉપયોગમય ધ્યાન આવે. પોતાના મનમાં ઊભા થતા, જણાતા-જોવાતા–અનુભવાતા સંકલ્પ-વિકલ્પ-સ્મૃતિ-કલ્પનાસ્વરૂપ મનતરંગને આત્મભિન્ન જાણી, તમામ મનતરંગ આકુળતા ઉત્પાદક હોવાના લીધે તેમાં ઈષ્ટાનિષ્ટ કલ્પના ટાળી, સ્થિરતાપૂર્વક ઉદાસીનદશાના અભ્યાસ દ્વારા મનતરંગની અસરથી વાસ્તવમાં મુક્ત બનવામાં આવે તો પ્રસ્તુત અર્થપ્રધાન-પરમાર્થપ્રધાન ધ્યાન પ્રગટે.
(૮) ત્યાર પછી તમામ અવસ્થામાં “સોડહં ઇત્યાકારક તીક્ષ્ણ ઉપયોગપ્રધાન જીવંત ધ્યાન આવે. તેના દ્વારા સર્વ ભાવોથી ઉદાસીનપરિણતિ આત્મસાત્ થાય છે અને ઉપયોગ તથા પરિણતિ સ્વભાવદશામાં સ્થિર થાયછે.
(૯) ત્યાર બાદ શબ્દશૂન્ય, વિકલ્પશૂન્ય, નિરાકાર-નિરાલંબન-નિર્વિકલ્પસ્વાવલંબી સહજ ધ્યાન આવે, જેમાં આત્મા કેવળ આત્મભાવે પરિણમી પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાય. તેનાથી પરમાત્મા અને આત્મા વચ્ચે કર્મકૃત કાલ્પનિક ભેદભાવ અનુભવના સ્તરેથી દૂર થાય.
9. परमानंदसंयुक्तं, निर्विकारं निरामयं ।
ध्यानहीना न पश्यन्ति, निजदेहे व्यवस्थितं ।। (परमानंदपंचविंशति १) .. औदासीन्यपरायणवृत्तिः किञ्चिदपि चिन्तयेन्नैव ।
યત્સાત્રિત વિત્ત નાસકિત ઘેર્યમ્ || (યોજશાસ્ત્ર ૨૨/૧૬) A. आतम सो परमातमा, परमातम सोड़ सिद्ध; बिचकी दुविधा मिट गड़, प्रगट भइ निज रिद्ध. (चिदानंदजीकृत परमात्मछत्रीसी-११)
૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org