________________
મચ્છર વગેરે નિમિત્તે સંકલ્પ-વિકલ્પ-વિક્ષેપ-ચંચળતા તજી ચિત્તસ્થિરતાસમતા કેળવવી. આ પ્રકારના ધ્યાનયોગની સાધના સાધુ ભગવંતો રાત્રીના વચલા પહોરમાં અવશ્ય કરે છે. જે મુનિઓ રાતના મધ્ય સમયે ધ્યાનયોગમાં આરૂઢ થતા નથી તે ઓસન્ના નામે શિથિલાચારી બને છે. પ્રસ્તુત ધ્યાનયોગને પરિણાવવામાં ન આવે ત્યાં સુધી કેવળ તપ, ત્યાગ, શાસ્ત્રસ્વાધ્યાય, સંયમની સાધના મોક્ષ આપી શકતી નથી.
આ રીતે ધ્યાનની ભૂમિકા અને ધ્યાનનું સ્વરૂપ સમજી લીધા પછી તેવા આત્મધ્યાનને આત્મસાત્ કરવા માટે ધ્યાનની વિધિ અને ધ્યાનના પ્રકારોને બરાબર સમજી લે તો માર્ગ સરળ થશે. (૧) ભોજન-પાણી આદિ જીવનનિર્વાહકારી પ્રવૃત્તિમાં જોડાતાં પૂર્વે, “પહેલાં બંધાયેલાં કર્મ ઉદયમાં આવ્યા છે. હું તો શાંત સ્થિર અણાહારી આત્મા છું એવું લક્ષ રાખી, આત્મરુચિને છોડયા વિના જ પ્રવૃત્તિ કરવી, તે પ્રવૃત્તિ કરતાં કરતાં પ્રવૃત્તિના ઉપયોગની વચ્ચે-વચ્ચે પુનઃ સ્વરૂપઅનુસન્ધાન કરતા રહેવું. કારણ કે* રુચિપૂર્વક આત્મભિન્ન દ્રવ્ય તરફ જોવામાં આવે તો આત્મા અનાત્મા થઈ જાય છે. આત્મતત્ત્વ પ્રત્યે રુચિપૂર્ણ દૃષ્ટિ કેન્દ્રિત કરવામાં આવે તો જ તરત આત્મતત્ત્વની ઉપલબ્ધિ થાય. તેમજ પ્રવૃત્તિની પૂર્ણાહુતિ પછી તરત જ ફરીથી “હું તો અશરીરી આત્મા છું' – એમ પોતાની જાત ઉપર ઉપયોગ રાખવો. એમ અલગ-અલગ પ્રવૃત્તિ કરતી વખતે વિભાવવૈરાગ્યપૂર્વક આત્મભાનનો મહાવરો વધારતાં રહેવું એ સ્થૂલ ઉપયોગપ્રધાન પ્રાથમિક આત્મધ્યાન છે.
(૨) નિવૃત્તિ મળે ત્યારે સ્થિર ચિત્તથી નિર્મળ હૃદયે વીતરાગતા-સર્વજ્ઞતા વગેરે ગુણોના સ્મરણપૂર્વક અરિહંત કે સિદ્ધની પ્રતિકૃતિ-આકૃતિ ઉપર ૦. પુળ્યાવરત્તાને લાખ જો રાતિ | (નિશાચ સૂત્ર) ». कुणउ तवं पालउ संजमं पढाउ सयल सत्थाई ।
जाव न झायइ जीवो ताव न मुक्खो जिणो भणइ । .. बध्यते बाढमासक्तो, यथा श्लेष्मणि मक्षिका ।
शुष्कगोलवदश्लिष्टो, विषयेभ्यो न बध्यते ।। (अध्यात्मसार ५।२१) *. परद्रव्योन्मुखं ज्ञानं कुर्वन्नात्मा परो भवेत् ।
स्वद्रव्योन्मुखतां प्राप्त: स्वतत्त्वं विन्दते क्षणात् ।। (अध्यात्मबिन्दु ३३) નિનેન્દ્રપ્રતિમાપ નિર્મનમાનસ: | निर्निमेषदृशा ध्यायन रूपस्थध्यानवान्भवेत् ।। (ध्यानदीपिका १६४)
૧૩પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org