________________
અંતરંગ બનાવીને, અંતર્મુખ કરીને, શેય-જ્ઞાતાનું સંવેદનાત્મક ભેદવિજ્ઞાન કરાવવા દ્વારા શાંત થયેલી પરિણતિને આત્માકાર બનાવવી એનું નામ ધ્યાન ૧૧.
જીવનવ્યવહારમાં દેહાદિના ગુણધર્મના બદલે આત્માના ગુણધર્મને મુખ્ય બનાવી તેને જ જોવાની-જાણવાની-અનુભવવાની વૃત્તિ અને લક્ષ રાખવા દ્વારા ઉપયોગને દશ્યપ્રપંચથી વિરામ પમાડી દૃષ્ટાના-આત્માના દર્શનમાં પ્રગટતી દૃષ્ટિની તલ્લીનતા-સ્થિરતા એટલે ધ્યાન.
જ્ઞાનમાં શેયાકાતાના તાદાભ્યને હટાવી (અર્થાત જાણનારને ભૂલીને જણાતા એવા બાહ્ય દેહાદિ અને આંતર રાગાદિ ય પદાર્થોમાં ઉપયોગને ભટકાવવાની કુટેવને હટાવી) ઉપયોગને જ્ઞાતામાં વિશ્રાન્ત કરી, કેવળ જ્ઞાતાથી જ્ઞાનને રંજિત કરવું તેનું નામ ધ્યાન,
એકાગ્ર શુદ્ધ ઉપયોગધારાએ પરમજ્યોતિસ્વરૂપ આત્માનો નિરુપાધિક આનંદ અખંડપણે ચૂસવાની મૌલિક અબ્રાન્ત પ્રક્રિયા એટલે ધ્યાન,
દશ્ય-દષ્ટિની અનાદિકાલીન ગૂઢ ગ્રન્થિ કાપી, અદશ્ય દષ્ટાને દશ્યમાન બનાવવાની અમોઘ અંતરંગ પ્રક્રિયા એટલે ધ્યાન".
જાણનારને યાદ કરવા દ્વારા જ્ઞાનમાંથી બાહ્ય શેયનો વળગાડ દૂર કરી જ્ઞાતાભાવે સ્થિર રહેવાથી, વિકલ્પદશા ક્ષીણ થવાથી, આત્મભાવે એકાકાર રહેવાથી અને આત્મભવનમાં જ વિશ્રામ કરવાથી શુદ્ધ થયેલી પરિણતિને નિશ્ચલ આત્માકાર બનાવવાથી પ્રગટ થતી લીનતા-મગ્નતા એટલે ધ્યાન.
તન-મન-વચનને પોતાનાથી ભિન્ન જાણી, કામ-ક્રોધાદિથી જુદા પડી, ઈષ્ટનિષ્ટ કલ્પનાને ટાળી, સુખેચ્છાને બાળી, દેહભાન-ઈન્દ્રિયભાન ખતમ કરી, અબાધ્ય અનુભવ સ્વરૂપ સૈકાલિક વિશુદ્ધ ચેતન તત્ત્વમાં જ આત્મબુદ્ધિ સ્થિર કરવા દ્વારા “સ્વરૂપાનુસંધાન રાખી, તેમાં તન્મય બની આત્મસ્વરૂપ પ્રત્યક્ષ કરવાની પ્રબળતમ તાલાવેલી અને પ્રભુવિરહાગ્નિવ્યથા પ્રગટ થતાં અભિન્નભાવે કેવળ ચેતન સાથે ચેતનાનો યોગ થવો એનું નામ ધ્યાન ૭. .. उपरतविकल्पवृत्तिकमवग्रहादिक्रमच्युतं शुद्धम् ।
આત્મારામમુનીનાં, મવતિ નિજ સા વેતઃ | (ધ્યાત્મીર - ર૦.૮) रागादिभिरनाक्रान्तं क्रोधादिभिरदूषितम् । आत्मारामं मनः कुर्वन् निर्लेप: सर्वकर्मसु ॥ (योगशास्त्र (७/४)
૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org