________________
ચૈતન્યસ્વરૂપ પરમાત્મામાં જ મનોવૃત્તિપ્રવાહ નિરંતર સહજપણે રહે તે છે શુદ્ધનયની દષ્ટિએ મહાધ્યાન.
બધા આભાસો તેમ જ કલ્પનાઓ મનમાંથી ખસી જાય, સંકલ્પ-વિકલ્પ પણ એકદમ શાંત થાય, મન સ્થિર થાય, મન અંદરમાં વળે, આત્મવિચારમાં ચિત્ત ચોટે, અંતઃકરણ આત્મામાં લીન થાય તો ધ્યાન લાગે અને શુદ્ધાત્મસ્વરૂપ પરમાત્મરૂપે પ્રકાશે. “જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ, જેવું દર્શન તેવું સર્જન.”આ ઉક્તિ પ્રમાણે પરમ ઉપાસ્ય નિરંજન અને નિરાકાર એવા શુદ્ધાત્મામાં, અવિનાશી વીતરાગમાં મન એકાકાર થાય તો પહેલાં વીતરાગ સ્વરૂપે પોતે જણાય અને પછી શુદ્ધાત્મસ્વરૂપમાં લીનતા વધતાં વધતાં, કર્મના કચરા દૂર થતાં થતાં પોતે જ વીતરાગ સ્વરૂપ બને. કારણ કે આત્માની મૂળભૂત દશા તે જ છે. આ રીતે *આત્મા અને પરમાત્માનો ધ્યાનના માધ્યમથી યોગ થતાં, તેનાથી ધ્યાન અભિન્ન બની જતાં અતીન્દ્રિય શબ્દાતીત પરબ્રહ્મસ્વરૂપ જ્ઞાનજ્યોત પ્રગટ થાય છે. તેનાથી જ સર્વ ધર્મક્રિયાઓ સફળ થાય છે.
આ હકીકતને મનોગત કરીને, વિભાવ અને વિકલ્પ સાથે પ્રતિક્ષણ થતી એકત્વબુદ્ધિ-મમત્વબુદ્ધિ છોડી, શુદ્ધ આત્મામાં તાદાત્મબુદ્ધિ-સ્વામિત્વબુદ્ધિ સ્થિર રાખવી તેનું નામ ધ્યાન.
સ્વરૂપ મર્યાદામાંથી બહાર લાઈને જોયાકારે આથડતા-ભટકતા બહિર્મુખી ચિત્તવૃત્તિપ્રવાહને સમ્યક્રશ્રદ્ધાપ્રક્રિયા દ્વારા અંતર્મુખી બનાવી, સ્વરૂપ મર્યાદામાં બરફવતું, કાષ્ઠવત, પત્થરવતુ, પોલાદપિંડવત્ ઘન કરી, અંતરમાં કેવળ નિર્વિકલ્પદષ્ટા અસંગ સાક્ષી તત્ત્વને દેખવાથી-જોવાથી-જાણવાથી અને તેમાં જ ભક્તિમય એકાગ્રતાથી તદ્રુપ-તદાકાર-એકાકાર-એકરસ બનવું તેનું નામ ધ્યાન ૧૦.
યોગશિખર ઉપર આરૂઢ થવા માટે શાસ્ત્રાભ્યાસથી, આત્મતત્ત્વચિંતનથી, ત્યાગ-વૈરાગ્ય-ભાવનાથી અને જીવનશુદ્ધિથી ચિત્તવૃત્તિપ્રવાહને .. उपास्ते ज्ञानवान् देवं, यो निरञ्जनमव्ययम् ।
ર તુ તન્મયતાં યાતિ, ધ્યાનનÊતન્મષ: | (ધ્યાત્મિસાર - કાદુર) *. ध्यातृ-ध्यान-ध्येयानां त्रयाणामेकत्वप्राप्तेः ततः किञ्चिदगोचरं चिन्मयं ज्योतिः
परब्रह्माख्यं स्फुरति, तत्स्फुरणेनैव सर्वक्रियाणां साफल्यात् । (प्रतिमाशतक गा.९९ वृत्ति) आरुरुक्षोर्मुनर्योगं, कर्म कारणमुच्यते । योगारूढस्य तस्यैव, शमः कारणमुच्यते ॥ (अध्यात्मसार - १५।२२)
૧૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org