________________
તેનાથી જુદો છે – એવું સતત ભાસ્યા કરે તેવું કરવાની જરૂર છે. કરવા માંડે તો થાય. મનની એકાગ્રતાપૂર્વક દેહાદિભિન્ન આત્મા સતત અનુભવાય તે જ પરમ ધ્યાન
‘બહારમાં જે કાંઈ દેખાય છે તે હું નહિ. પરદ્રવ્ય-પરભાવોવિભાવપરિણામો.... આ બધું અપારમાર્થિક છે, તુચ્છ અને અસાર છે’એવું અંતરથી વિચારી-સ્વીકારી, રાગાદિને છોડીને, રાગાધ્યાસ તજીને, રાગાદિમાં સ્વામિત્વબુદ્ધિતાદાત્મ્યવૃત્તિથી છુટકારો મેળવીને નિર્ભયપણે તું અંદર જા. *પોતાના શુદ્ધ ચૈતન્યને જાણવું, તેમાં જવું, સ્થિર થવું અને ભળી જવું એ જ તારું એકમાત્ર કર્તવ્ય છે. કરવા જેવું આ જ છે. પ્રયોજનવશ બીજું કાંઇ વાણી કે દેહથી કરવું પડે તેમાં આદરભાવે ભળી ન જતો. ‘વિકલ્પથી મારો સ્વભાવ જુદો છે' એમ અંતરથી નક્કી કરી, પ્રતિક્ષણ મન ઉપર ચોકી રાખી એક માત્ર શુદ્ધાત્માને જ ગ્રહણ કરવાનો છે, ધ્યાનમાં સ્થિર કરવાનો છે.
પોતે પોતાને ઓળખે તો ધ્યાનપુરુષાર્થ કરવો સરળ બને, સફળ બને, સાનુબંધ બને, નિર્વિઘ્ન બને, નિર્દોષ બને. તું તને પોતાને સારી રીતે ઓળખે, અંદરથી પકડે, પોતાનું જોર વધે, એકાગ્રતા પ્રગટે, લીનતા વધે તો પોતે પોતામાં પરિણમે. ધ્યાનના માધ્યમથી યથાર્થ રીતે પોતાના શુદ્ધ ચૈતન્યને પકડે એટલે અનંતા તમામ ગુણો સ્વભાવરૂપે પરિણમવા લાગે. સ્વયં આત્મસ્વરૂપ થઈ જાય, દેહ-ઈન્દ્રિય-મન સ્વરૂપે મટીને શુદ્ધ ચૈતન્યરૂપ થઈ જાય. સ્વાવલંબન બની નિરાલંબન થઈ જાય. પહેલાં અંશતઃ. પછી સમગ્રપણે. પ્રગટ થયેલ આત્મા ક્યાંય અટક્યો નથી. આંશિક અનાવૃત આત્મસ્વરૂપ પ્રગટે, ચૈતન્યમય પરિણતિ પ્રગટે એટલે સમકિત વગેરે દશા. સમગ્રપણે સ્વરૂપમાં અનાવૃત ચૈતન્યની પરિપૂર્ણ અનુભૂતિ એટલે સિદ્ધ દશા. વિચારદશા વગેરે દ્વારા પોતાની સિદ્ધદશા રુચે, શુદ્ધાત્મા જ એકમાત્ર ઉપાદેય લાગે તે ધ્યાનબીજ છે. પોતાની ચિત્તવૃત્તિને અખંડપણે આત્મામાં ઉપાદેયરૂપે જ રાખવી તે છે ધ્યાન.
“સર્વ કર્મશૂન્ય, વિકલ્પશૂન્ય, પરમાર્થથી પરમાનંદમય શાશ્વત स्वबोधादपरं किंचिन्न स्वांते क्रियते परम् ।
कुर्यात् कार्यवशात् किंचित् वाग्कायाभ्यामनादृतः ।। (ध्यानदीपिका १७८) . પુષ્પવાવિનિર્મુń, તત્ત્વતત્ત્વવિત્ત્વમ્ ।
नित्यं ब्रह्म सदा ध्येयमेषा शुद्धनयस्थितिः || ( अध्यात्मसार १८ । १३०)
Jain Education International
For Private & Personal Use Only
૧૩૧
www.jainelibrary.org