________________
પણ એનાથી આત્મજ્ઞાનદશા અને વીતરાગદશા પ્રગટ થતી હોય તો તે ધ્યાન જ છે. બીજી બધી વાતો તો માત્ર ગ્રન્થનો વિસ્તાર જ છે.
સૂક્ષ્મ દૃષ્ટિએ જોવામાં આવે તો રાગ-દ્વેષાદિ વિના ધર્મધ્યાનની ભૂમિકામાં આત્મતત્ત્વ સમજવા વિચાર થાય એ સૂક્ષ્મ વિકલ્પ છે પણ વિકલ્પદશા નથી. રાગ, દ્વેષ વિના તત્ત્વચિંતન* કરતાં કરતાં જ્યારે આત્મા, આત્મગુણ વગેરે કોઈ એક વસ્તુમાં ઉપયોગ રોકાય, સ્થિર રહે તો ધર્મધ્યાન' થાય. ઉપયોગ ફરે તો વિકલ્પ કહેવાય. ફરેલા ઉપયોગમાં રાગ-દ્વેષ ભળે તો વિકલ્પદશા કહેવાય. મૂળ ધ્યેયથી ફરેલા ઉપયોગમાં ભળેલા રાગાદિ સારા લાગે તો વિભાવદશા કહેવાય. રાગાદિમાં ત્યાજ્યપણાનું, આત્મભિન્નતાનું ભાન હોય તો તે રાગાદિ વિભાવ પરિણામ કહેવાય. વત્સ ! લૌકિક પરિભાષામાં, તારી ભાષામાં જણાવું તો કપાયેલા ઝાડના લીલા પાંદડા એટલે વિભાવપરિણામ. તથા અખંડ અતૂટ વૃક્ષના લીલાછમ પાંદડા-ફળ-ફૂલ એટલે વિભાવદશા.
આ વિભાવદશાનું જોર હોય ત્યાં સુધી તાત્ત્વિક ધ્યાન આવી ન શકે. એનું જોર મંદ થાય એ માટે તું નક્કી કર, અંતરમાં દ્રઢતાપૂર્વક નિશ્ચય કર કે ‘દેહ, વિભાવ, વિકલ્પ વગેરે તું નથી. તું આત્મા છો.’ “સૌ પ્રથમ દેહાદિભિન્ન તથા તમામ સંયોગથી મુક્ત એવા તારા શુદ્ધ ચૈતન્યને ઓળખ, જ્ઞાનાનંદ સ્વરૂપને જો. તારા મૂળ સ્વભાવને પકડ. તેમાં લીન થા. ‘ક્યાં ઊભા રહેવું છે ?' તેના ભાન વગર અને પોતાના અસ્તિત્વને પકડ્યા વગર ધ્યાન કરે તો તે ધ્યાન માત્ર આભાસ રૂપ, દેખાવ રૂપ બને, વાસ્તવિક ધ્યાન ન બને. તેનાથી તાત્ત્વિક લાભ ન થાય.
માટે સૌપ્રથમ અંદ૨માં તું નજર કર. આત્મા ઉપર દૃષ્ટિ કર. અંદર તું કાંઈ ખોવાઈ નથી ગયો. અંદરમાં કાંઈ તું ભૂલો પડી જવાનો નથી. દેહ, ઈન્દ્રિયરૂપી બારીઓના માધ્યમથી બહા૨માં જોવાનું બંધ કરી, વૃત્તિને અંતરમાં સ્થિર કરી, ઉપયોગને પણ અંદ૨માં શુદ્ધ અસંગ સાક્ષીમાત્ર આત્મા તરફ વાળે તો આત્મા એ તો અનુભવમાં આવે એવી ચીજ છે. અંદરમાં ઉતરી, ચિત્તવૃત્તિને સ્થિર કરી, જ્યાંથી સમસ્ત જ્ઞાન પ્રગટ થાય છે ત્યાં ધીરજથી જુએ તો આત્મા દેખી શકાય તેવો છે. શરીરમાં રહેલો આત્મા
★ रागद्वेषौ शमी मुक्त्वा यद्यद्वस्तु विचिंतयेत् ।
तत्प्रशस्तं मतं ध्यानं || ( ध्यान दीपिका ६७ )
4. देहविवित्तं पेच्छड़ अप्पाणं तह य सव्वसंजोगे । (ધ્યાનશતઃ-૯૨)
૧૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org