________________
આયંબિલ-ઉપવાસ વગેરે સાધનામાં આત્મભાનપૂર્વક લાગ્યા રહેવું એ પણ ધર્મધ્યાન જ છે. સાધુ અને શ્રાવકની તમામ ધર્મક્રિયાઓ; જેમ કે પ્રતિક્રમણ, પૂજા, જયણાપાલન, સાધર્મિકભક્તિ, જપ, તપ, ત્યાગ... આ બધું પણ આત્મશુદ્ધિના પ્રણિધાનપૂર્વક કરવામાં આવે તો તે ધર્મધ્યાનનો જ એક પ્રકાર સમજવો. તેનાથી દેહાધ્યાસ, મોહદશા વગેરે ક્ષીણ થતી જાય છે. મન શુદ્ધ અને સ્થિર થતું જાય છે. તેનાથી ઉપલીકક્ષાના બળવાન ધ્યાન માટે મન સક્ષમ થાય છે. કારણ કે દેહાદિના અને વિભાવના મોહથી જ મનની અસ્થિરતા ઊભી થાય છે. તેથી મોહદશા છોડવા માટે તપ-ત્યાગ-જયણા આદિ આરાધનામાં આત્મભાનપૂર્વક-આત્મશુદ્ધિલક્ષસહિત જોડાઈને, શુદ્ધવિશુદ્ધ આત્માનું સ્વરૂપ વિચારી, હલકી વૃત્તિ પ્રત્યે વારંવાર ધિક્કારતિરસ્કાર નહિ જાગે ત્યાં સુધી મોહ જીવને દુર્ધ્યાનમાં ઢસડી ગયા વિના રહે નહિ.
પોતે ક્યાં અટકે છે ? ક્યાં લેપાય છે ? મનની વૃત્તિ ક્યાં જાય છે ? તે ઓળખે નહિ ત્યાં સુધી ધર્મધ્યાનમાં મન સ્થિર બની ન શકે. “સદ્ગુરુને હૃદયથી સમર્પિત થઈને, પોતાની ભૂમિકાને યોગ્ય એવા સદનુષ્ઠાનથી મનને શુદ્ધ કરીને જે પોતાના મનનું વર્તન અને વલણ વ્યવસ્થિત રીતે ઓળખી લે અને આત્મશુદ્ધિનું લક્ષ જીવંત બનાવી લે તે તૃપ્ત સાધક બીજે ક્યાંય અટક્યા વિના સીધે-સીધો અંદરમાં ચાલ્યો જાય. તેની પરિણતિ પલટી જાય. તેની દૃષ્ટિ આત્મા ઉપર સ્થિર થાય. વિકલ્પ પણ છૂટી જાય અને આત્મા આત્મભાવમાં મગ્ન બને. આવી સ્થિરચિત્તવૃત્તિસ્વરૂપ આત્મ-મગ્નતા એટલે
અધ્યાત્મ ધ્યાન.
‘મને આત્મા દેહ-ઈન્દ્રિય-મનથી ભિન્ન લાગે છે કે કેમ ? મને કર્મપુદ્ગલ-વિભાવ-વિકલ્પથી ભિન્ન આત્મા અનુભવાય છે કે નહિ ?' આવો એકાગ્ર વિચાર એ પણ પ્રાથમિક ધ્યાન જ છે. આવા એકાગ્ર આત્મવિચાર સ્વરૂપ ધ્યાન પછી મન શાંત-પ્રશાંત-ઉપશાંત બને તો તમામ વિકલ્પ છૂટીને આત્મોપયોગસ્થિરતા સ્વરૂપ નિર્વિકલ્પ' ધ્યાન થાય. બાકી કલ્પના થાય, ઉપલક વિચારતરંગ થાય, ધ્યાન તો ન જ થાય. જંગમે તે વિચાર આવે. 4. गुरुआणाड़ ठियस्स य बज्झाणुट्टाणसुद्धचित्तस्स ।
अज्झष्पज्झामि वि एगग्गत्तं समुल्लस || ( धर्मपरीक्षा - ९५ )
वीतरागो भवेत् योगी यत्किंचिदपि चिंतयन् ।
तदेव ध्यानमाम्नातमतोऽन्ये ग्रंथविस्तराः ।। (योगशास्त्र. ८/७९, ध्यानदीपिका ६८)
૧૨૯
Jain Education International
'
For Private & Personal Use Only
www.jainelibrary.org