________________
કાંકરા-પથરા કાઢી, ઊંડા ઉતરીને સ્વાનુભૂતિ અને કેવલજ્ઞાનસ્વરૂપ ખજાનો પ્રગટ કરવા સતત મંડી પડવું એજ કર્તવ્ય છે.
પરંતુ જે ઉપર મુજબ શોધખોળ ન કરે અને માત્ર શાસ્ત્રની ચર્ચાવાદ-વિવાદ કરે તે કેવળ ફાંફા મારે છે. જેને ખરી લગની-રુચિ હોય તે સમજીને અંદરથી જ મોક્ષમાર્ગ કરી લે છે. આત્માની લગની-રુચિભૂખ ખરી ન લાગી હોય તે શાસ્ત્રાભ્યાસી ધ્યાન કરવા બેસે તો પણ આત્માને તાત્ત્વિક રીતે પકડતો નથી. શાસ્ત્રજ્ઞાન એ Theoretical છે. જ્યારે શાસ્ત્રકથિત જીવંત ધ્યાનસાધનામાર્ગનું ખેડાણ એ Practical છે. બન્નેનો સમ્યક્ સમન્વય થાય તો જ આત્મભૂમિમાં નિહિત કેવલજ્ઞાનવીતરાગદશાસ્વરૂપ નિધાન પ્રગટે.
પરંતુ બહોળો શાસ્ત્રાભ્યાસ કરવા છતાં પણ ન હોય આત્માની સાચી ઓળખાણ, ન હોય એક લક્ષપૂર્વક આત્માની ગરજ, ઊલટું સ્ત્રી વગેરેના *તીવ્ર રાગાદિમાં અત્યંત તન્મયતા હોય તથા સંસાર, સાંસારિક ભાવો, દૈહિક ભાવો પ્રત્યે અણગમો ન હોય તેમજ ‘અનાદિકાલીન મોહનિદ્રા છોડીને તથા અજ્ઞાનનું અંધારુ હટાવીને વિભાવથી, વિભાવાધ્યાસસ્વરૂપ અદેશ્ય બંધનમાંથી જલ્દી છું, છું' એમ અંતરથી તીવ્ર ભાવના ન થાય ત્યાં સુધી ધ્યાનસાધનાથી પણ આત્માનું કાંઈ કામ ન થાય. મનની શુદ્ધ સ્થિરતા જ પ્રાપ્ત ન થાય. –આકર્ષણ બીજે હોય, મન ભયભીત હોય, શરીર અને જગતનો વિચિત્ર સ્વભાવ ૫રમાર્થદૃષ્ટિએ હૃદયથી ઓળખાયો ન હોય, અન્તઃકરણ તૃષ્ણાગ્રસ્ત હોય તેવી દશામાં ધ્યાન કરે તો પણ અંતરંગ વૃત્તિ અસ્થિર અને મલિન હોવાથી તે ધ્યાન પરમાર્થથી તરંગરૂપ-કોરી કલ્પનારૂપવ્યર્થ વિકલ્પરૂપ જ બને, અથવા *આર્તધ્યાનરૂપ બને.
પ્રસ્તુતમાં એક વાત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે ખા-ખા કરવું, તેની જ વિચારધારામાં ખોવાયેલા રહેવું એ જેમ આર્તધ્યાન છે તેમ * तथांगनादिसक्तानां नराणां क्व स्थिरं मनः || (ध्यानदीपिका ५७ )
* निःसंगत्वं समासृत्य धर्मध्यानरतो भव || (ध्यानदीपिका ५३ ) अविद्यातामसं त्यक्त्वा, मोहनिद्रामपास्य च ।
निर्दोषोऽथ स्थिरीभूय पिब ध्यानसुधारसम् ।। (ध्यानदीपिका ५४ )
> सुविइयजगस्सहावो निसंगो निब्भओ निरासो य ।
वेरग्भावियमणो झाणंमि सुनिच्चलो होड़ ||
*. અળવક્રિય મળો નસ્સ ફ્લાય વયાડું અટ્ટમઠ્ઠાડું । (૩પવેશમાના-૪૮૬)
૧૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org