________________
સંયોગાદિ ભાવો મળે છે તેમાં ભળવાથી તે સ્વરૂપે આત્મા પરિણમે છે. વૈભાવિક શક્તિના લીધે જ ગુણો વિપરીતપણે પરિણમે છે. તેથી મલિન મન જ્યાં સુધી બહારમાં સુખ શોધવા ભટકતું હોય ત્યાં સુધી વૈરાગ્ય ક્યાંથી આવે ?* સિંહમાં સૌમ્યભાવ કે સાપમાં ક્ષમાભાવ આવે તે કરતાં પણ વિષયાસક્ત જીવમાં વૈરાગ્ય આવવો દુર્લભ છે. સંસારરસિકદશા મટે નહિ ત્યાં સુધી ખરેખર આત્મજ્ઞાનગર્ભિત પરમ વૈરાગ્યદશા આવે નહિ, પરમાત્મસ્વરૂપ પરમાર્થથી ઓળખાય નહિ, પોતાનું પરમાત્મસ્વરૂપ પ્રગટે પણ નહિ અને ધ્યાન માત્ર કાલ્પનિક જ બને. કર્મનિર્જરાકારક ન બને.
જેને અંદરમાં રાગાદિ વિભાવની આકુળતા અનુભવાય છે, શબ્દાદિ વિકલ્પની દુઃખરૂપતા (માત્ર બુદ્ધિથી સમજાય છે એમ નહિ પણ) હૃદયથી અનુભવાય છે તે પોતે જ અંદરથી યથાર્થપણે નક્કી કરે છે કે સાચું સુખ ક્યાં છે? પોતે ને પોતે મનન-મન-મંથન-ગડમથલ કરતાં કરતાં સમતા અને શુદ્ધિના પ્રભાવે અંદરથી જ માર્ગ શોધી લે છે. આત્મા "પોતે જ સત્ય માર્ગ બનાવી લે છે.
-શાસ્ત્ર તો માર્ગનું દિશાસૂચન માત્ર કરે છે. પણ પોતાના માટે અનુભવમય મોક્ષમાર્ગ તો જીવે પોતે જ બનાવવો રહ્યો. બહારમાં મીઠાશની અનુભૂતિ તો પોતે જ તોડવી પડે. તે માટે આત્મદશા નિર્મળ બનાવવી જ રહી. તો જ પ્રત્યક્ષ માર્ગબોધ થાય. પરોક્ષ માર્ગબોધથી ઇન્દ્રિયજન્ય ભોગસુખભ્રાન્તિ દૂર ન થાય આ વાતને લક્ષમાં રાખીને આત્મભૂમિમાં રહેલ આનંદનો ખજાનો પ્રગટ કરવો પડે.
શાસ્ત્ર તો ખજાનાનો નકશો છે. નકશાને સમજવા માત્રથી કે નકશા ઉપર દોડધામ કરવાથી કાંઈ ચૈતન્યનિધાન મળે નહિ. પરંતુ શાસ્ત્રરૂપી નકશા દ્વારા જ્ઞાનનિધાનને સારી રીતે જાણી, તેની શોધ કરવામાં લાગી જવું, વૈરાગ્યરૂપી કોદાળી-પાવડા દ્વારા આત્મભૂમિનું ખોદકામ કરી, મોહદશાના २. किन्तु न ज्ञायते तावद्, यावद् मालिन्यमात्मनः ।
जाते साम्येन नैर्माल्ये, स स्फुटः प्रतिभासते ॥ (योगसार-१।४) જ સૌથમિવ સિંહનાં, પન્નાનામવ ક્ષમા |
વિષયેષુ પ્રવૃત્તાન, વૈરાગ્યે તુ તુર્તમમ્ (અધ્યાત્મિસી-૧) છે. પપ્પા સસિM | (ઉત્તરધ્યયન ૬/૨) .. दिशः प्रदर्शकं शाखाचन्द्रन्यायेन तत्पुनः । પ્રત્યવિષયે , ર દિ હન્તિ પરોક્ષધ: | (અધ્યાત્મિસર-૨૮૭૬)
૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org