________________
૨૨ આભથ્થાનની ભૂમિ, સ્વરૂપ અને પ્રક્વિાણસિંd usiણો.
પરમાત્મા :- વત્સ ! ધ્યાનયોગમાં આરૂઢ થવાથી તારી ભાવના અને ઝંખના જાણી. ધ્યાનની ભૂમિકા તૈયાર થાય, ધ્યાનનું સ્વરૂપ ઓળખાય, ધ્યાનની પ્રક્રિયાનો અભ્યાસ થાય તો ધ્યાન સુલભ થાય, તાત્ત્વિક થાય.
સૌ પ્રથમ એક વાત બરાબર સમજી લે કે આત્મા ઉપયોગ સ્વરૂપ છે. જેવો ઉપયોગ તેવો આત્મા. 2ઉપયોગ જે રૂપે થાય તે રૂપે આત્મા પરિણમે છે. ઉપયોગ દ્વારા આત્મા જેમાં એકાકાર થાય પરમાર્થથી તે જ સ્વરૂપે આત્મા જણાય, તે જ સ્વરૂપે પરિણમે અને તે જ સ્વરૂપે કામ કરે. આત્મવિશુદ્ધિ માટે કાયમ પોતાના વીતરાગરૂપમાં આત્મા એકાકાર થાય તો વીતરાગરૂપે પોતાના સ્વરૂપનો અનુભવ થાય. પોતાના વીતરાગસ્વરૂપનું સતત અનુસંધાન કરે, વીતરાગનું નિરંતર ચિંતન-ધ્યાન કરે તો રાગરહિત બની કર્મમુક્ત બને.
પરંતુ અનાદિ કાળથી આત્મા બ્રાન્તિથી દેહમાં એકાકાર થાય છે. તેથી દેહમય જણાય છે અને દેહસ્વરૂપમાં લીન બનીને બધે ફર-ફર કરે છે, ભટક ભટક કરે છે. ઈન્દ્રિયમાં એકાકાર થાય તો ઈન્દ્રિયરૂપે જણાય અને પોતે પોતાને જાણ્યા વગર ઈન્દ્રિયરૂપ બની, ઈન્દ્રિયપ્રવૃત્તિમાં લીન બની, વિષયસેવન કરીને વિકારાધ્યાસમાં અટવાય છે. મનમાં એકાકાર થઈ, મનોમય બની, મનોવૃત્તિમાં ભળી, સ્મૃતિ અને કલ્પનાની બે પાંખો દ્વારા સંકલ્પ-વિકલ્પ કરીને, આઘાત-પ્રત્યાઘાત અનુભવીને રાગાધ્યાસ આદિમાં ગરકાવ થાય છે.
વિભાવની શક્તિ અચિંત્ય છે. જે સ્વરૂપે આત્મા નથી તે સ્વરૂપે વૈભાવિક શક્તિ તેને પરિણાવે છે. વૈભાવિક શક્તિથી જીવને જેવા - ૐનુસૂત્રનયસ્તત્ર, છતૃત તરી મન્યતે |
સ્વયં પરિણમત્યાત્મા, ચં ચં માવં ચા યા | (ધ્યાત્મસર-૧૮૬૭) ». यो हि यत्रोपयुक्तः सोऽमीषां (शब्द-समभिरूढादिनयानां) मते स एव भवति ।
(અનુયો દ્વારસૂત્ર-૨૪, મનધારવૃત્તિ-કૃષ્ણ-ર૦૭) ૨ ચ યતિ ત્ યોગી, યાતિ તન્મયતાં તવા |
તવ્યો વીતરાસ્તિવું, નિત્યત્મિવિશુદ્ધ | (ચોરાસીર-શર) . वीतरागो विमुच्येत वीतरागं विचिन्तयन् ।।
रागिणं तु समालम्ब्य रागी स्यात् क्षोभणादिकृत् ॥ (योगशास्त्र ९/१३) ૧૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org