________________
૨૧.
હૃદથનું અર્પણ થઈ ગયું ! વાહ પ્રભુ! વાહ. ઉદ્ધત અને અશાંત મનને અમોઘ રીતે વશ કરવાની તારી વાત અપૂર્વ છે, મનને વશ કરવાનો માર્ગ અજબ-ગજબનો છે. બસ, હવે તો મનને મારે કબજે કરવું જ છે, વશ કરવું જ છે. મનને સ્વાધીન કરવા માટે અન્યત્ર વ્યર્થ ફાંફા મારતા-મારતો, બીજે બધેથી નિરાશ થતો થતો, બીજે બધે રોકાતો રોકાતો, ઘણા સ્થળે રખડતો રખડતો, અહીં આપને શરણે આવ્યો છું. હવે મારે બીજું કોઈ શરણ નથી. “મારું સાચું કલ્યાણ આપની જ આજ્ઞા ઉઠાવવા માટે જીવવામાં છે.” એવું મોડું મોડું પણ મને આપની કૃપાથી સમજાતું જાય છે. બસ હવે તો કઈ રીતે તારી સ્મૃતિમાં, ભક્તિમાં, શરણાગતિમાં, આજ્ઞામાં રહેવાય? એ જ વિચારો વારંવાર આવી રહ્યા છે. મારું લક્ષ આપની
સ્મૃતિ કરવાનું છે. આપની ભક્તિમાં તરબોળ થવાનું છે. આપની શરણાગતિમાં રહેવાનું છે. મારું ધ્યેય આપની આજ્ઞા ઉઠાવવાનું છે. આ હૃદયસિંહાસન આપને પરમ પ્રેમથી અર્પણ થઈ ગયું છે. હવે હું પાછો વળીને જોઈશ નહિ. આપની સ્મૃતિ-ભક્તિ-શરણાગતિથી પીછેહઠ કરીશ નહિ. મનને વશ કરવાના ઉપાયોને અને મનોજયના પરિણામને જાણવાથી તે બતાવેલ ઉપાયોને અજમાવવાનો, આજ્ઞાપાલનનો પુરૂષાર્થ કરવામાં હવે પાછો નહિ પડું. તને મળવા-તારામાં ભળવા હું અધીરો થઈ ગયો છું. મારો અંતરાત્મા છળી
છળીને તારામાં લીન થવા, તારી નિર્વિકારી શુદ્ધ ચેતનામાં મગ્ન થવા ઝંખી રહ્યો છે. ધાતુમિલાપ કરવા અંતઃકરણ તલસી રહ્યું છે.
હે પૂર્ણ બ્રહ્મ સ્વરૂપી! મારો શુદ્ધ ભાવ ક્યારે પ્રગટશે? -વિશુદ્ધાત્માપરિપૂર્ણાત્મા કયારે અનુભવાશે? શુદ્ધાત્માની પરિણતિ કયારે ફુરાયમાન થશે? ક્ષણે ક્ષણે અંતરમાં વાસ કરી કદિ બહાર ના આવું- એવી ધન્ય ઘડી ને પાવન પળ કયારે આવશે? આપ શુદ્ધ આત્માને જેવો જાણ્યો-જેવો જોયોજેવો અનુભવ્યો તેવા જ મારા આત્માને જાણવા-જોવા-અનુભવવાની ઈચ્છાભાવના-રુચિ-લક્ષ-વૃત્તિ-પરિણતિ ભવપર્યત અખંડ બની રહો. હવે આપના જ ધ્યાનમાં મારે ખોવાઈ જવું છે. આપના જેવા મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપને પ્રગટાવવું છે. પણ પરમકૃપાવંત ભગવંત! આ અનાથ બાળક ઉપર જરા મહેર કરીને આપના ધ્યાનનો પરમ પવિત્ર માર્ગ બતાવો ને !
- ઘરેષ્ણ ૩ત્તાવેસ | (ઉત્તરાધ્યાયન ૨/૩૬)
૧૨પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org