________________
જાય છે. મનને ઓળખીને વશ કરનારા ગંભીર, શાંત અને ઉદારમના આત્મજ્ઞાની જગતમાં રહેવા છતાં, અસંગદશાએ કર્મોદયજન્ય પ્રવૃત્તિ કરવા છતાં લેવાતા નથી. પાપબંધનું દેવું કરતા નથી. ઉદીરણા કરીને પુણ્ય ખર્ચતા નથી. પ્રશસ્ત રાગમાં પણ આત્મભાન ટકાવવા દ્વારા બાહ્યપ્રશસ્ત-પ્રવૃત્તિનિમિત્તે કર્મબંધ સ્વરૂપ ચોરી (કાર્મણવર્ગણાસ્વરૂપ પરદ્રવ્યગ્રહણ) કરતા નથી. પરંતુ કર્મનિર્જરા કરીને જૂનું દેવું ચૂકવે છે. કેવલીદષ્ટ ક્રમબદ્ધ પર્યાયમાંથી સહજતઃ સ્વસ્થ ભાવે પસાર થઈ જાય છે. આ રીતે આધ્યાત્મિક દૃષ્ટિએ માત્ર મફતીયું જુએ, મફતીયું ભોગવે, મફતીયું જીવન જીવે તેવી મનોદશા આવે પછી આગળની ધ્યાનસાધના અને *જ્ઞાતા-દષ્ટાભાવની સાધના માટે સાધક લાયક બને છે.
ત્યાર બાદ મન* ખતમ થાય છે, પોતાના માટે બાહ્ય જગત વિલીન થતું જાય છે અને મનાતીત, અતીન્દ્રિય, નિરંજન, નિરાકાર, સ્થિર આત્મતત્ત્વ પ્રગટ થાય છે, પ્રત્યક્ષ થાય છે. જો કે ધ્યાન અને જ્ઞાતા-દ્રષ્ટાભાવની સાધના તથા મનોજય-પરસ્પર સાપેક્ષ છે. જેમ ધ્યાનથી સમતા આવે અને સમતાથી ધ્યાન આવે તેમ મનોજયથી ધ્યાન અને જ્ઞાતાદ્રષ્ટાભાવ પ્રગટે તથા ધ્યાન અને જ્ઞાતાદષ્ટાભાવથી મનોજય થાય. આમ તે પરસ્પર ઉપકારી છે, સહાયક છે. માટે જો મુક્તિને ઇચ્છતો હો, કેવળ આત્મશુદ્ધિને જ ઝંખતો હો તો હમણાં તું સૌપ્રથમ મનને શાંત અને શુદ્ધ કરવા લાગી જા. બીજા બધા પ્રયત્નો કરવાના છોડી દે.
જ ધ્યાનસાધનાવિવેચન માટે જુઓ પૃષ્ઠ-૧૨૬
. જ્ઞાતા-દષ્ટાભાવવિવેચન માટે જુઓ પૃષ્ઠ-૨૦૩ ન નષ્ટ મનસિ મત્તાને વિનંઈ સર્વતો યાતે |
निष्कलमुदेति तत्त्वं निर्वातस्थायिदीप इव ।। (योगशास्त्र - १२/३६) A. न साम्येन विना ध्यानं न ध्यानेन विना च तत् ।।
निष्कम्पं जायते तस्माद् द्वयमन्योऽन्यकारणम् ।। (योगशास्त्र-४/११३) *. तदवश्यं मनःशुद्धिः कर्तव्या सिद्धिमिच्छता ।
તપ:શ્રયમ, વિમર્ચ: વાવ ને (યોગશાસ્ત્ર ૪/૪૪)
૧૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org