________________
અને તુચ્છ એવા આ ભાવોથી મારે શું માલ ખાટી જવાનો છે ? આ સંકલ્પ-વિકલ્પ મારું સ્વરૂપ નથી. મારાથી અલગ છે. તો મારે તેમાં શા માટે ખોટી થવું? ઓ વિભાવ પરિણામો ! હવે રવાના થાવ. અહીંથી ચાલતા થાવ. ખબરદાર છે જો પાછા આવ્યા તો. ભાગો' આ રીતે જ્ઞાનદષ્ટિપૂર્વક ધમકાવવાથી બિચારા વિભાવ પરિણામો નિરાધાર અને નોધારા થઈને ભાગી જાય છે. કેડમાં કડીયાળી કાળી ડાંગ પડવાથી જેમ માણસ ઊભો થઈ શક્તો નથી. તેમ આ રીતે કેડભાંગવું મન ફરીથી વિભાવદશામાં આસક્તિ કરવા ઊભું થઈ જ શક્યું નથી. સ્વભાવદશાની સ્થિરતા કેળવાતી જાય છે.
(૧૫) તેમ છતાં કર્મવશ, પૂર્વસંસ્કારવશ રજોગુણપ્રધાનતાથી મનોવૃત્તિ બહાર જાય તો “હે આત્મન્ ! તું શું ઈચ્છે છે ? તને શું જોઈએ છે ? ઊંડેઊંડે શાની ઈચ્છા રહ્યા કરે છે ? જે ઈચ્છે છે તે ક્યાંથી મળશે ? એ સુખ કેટલો સમય ટકશે ? જે સાધનથી સુખ ઈચ્છે છે તેનાથી શું કદિ તને દુઃખ નથી જ મળ્યું? તેનો પાકો નિર્ણય છે? એ નિર્ણય સાચો છે ? જે સુખ તું ઈચ્છે છે તે મળશે કોને? એ સુખ કોણ ભોગવશે? તું કે દેહ, ઈન્દ્રિય અને મન ? એ સુખ તું લાવીશ ક્યાંથી ? એનો રસ્તો ખ્યાલ છે? એ રસ્તે જોખમ તો નથી ને? ત્યાંથી પાછી દુ:ખ-દુર્ગતિની વણઝાર તો ઊભી નહિ થાય ને? પુણ્યની મૂડી ખોયા વગર અને પાપનું દેવું કર્યા વિના તું એ સુખ ભોગવી શકીશ ? હે આત્મન્ ! છોડ ને આ બધી જંજાળ. અતૃપ્ત અને મેલા મનને તારી જાત સોંપીને શું હજુ પણ તારા જ પગમાં જાતે કુહાડો મારવો છે ? મલિન અને છેતરામણા મનથી અનંત કાળમાં કોણ સુખી થયું છે? જરા ડાહ્યો તો થા. મન તો દુશ્મન છે. દુશ્મનની મલિન માગણી પૂરી કરવાની ગાંડી લાગણી છોડીને તું તારી જાતને સંભાળીને!'
આ રીતે આત્મસમજણ કેળવાય તો વિષય-કષાયથી મલિન બનેલી અને તુચ્છ એવી મનોવૃત્તિમાં રસપૂર્વક પ્રવર્તતો ઉપયોગ આપમેળે અટકી
૦ શિરીભૂતપિ રવાન્ત, જ્ઞસા વર્તતાં વ્રનેત |
प्रत्याहृत्य निगृह्णाति, ज्ञानी यदिदमुच्यते ॥ (अध्यात्मसार-१५।१४) कृतकषायजयः सगभीरिम, प्रकृतिशान्तमुदात्तमुदारधीः । समनुगृह्य मनोऽनुभवत्यहो, गलितमोहतमः परमं महः ।। (अध्यात्मसार-११।२१)
૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org