________________
આત્માનો અનાદિકાલીન ઉલ્લાસ-ઉમંગ મરી પરવારે છે. મેલું મન મરી જાય છે. આત્મા પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં ઠરી જાય છે. પુણ્યના અનુબંધ મજબૂત થતા જાય છે. લિષ્ટ કર્મ શાંત થઈ જાય છે. વિભાવ પરિણતિ સહજ રીતે છૂટી પડતી જાય છે. આમ એકી સાથે આંતર શોધન-વિશોધન બન્ને ક્રિયાઓ થતી જાય છે.
(૧૩) પરંતુ તમામ સંયોગમાં આ રીતે સતત પુરુષાર્થ થાય તો મન જીતાય. વશ કરે તો વશ થાય. બાકી થોડો પુરુષાર્થ કરીને અટકી જાય તો નિરંકુશ મન વશ ન જ થાય. કાળી કડીયાળી ડાંગ વાગે તો પાડો ખેતરમાંથી બહાર નીકળે, ભીની માટીના ઢેફા મારવાથી નહિ. તેમ કામવાસના વગેરે નબળા વિચાર આવે તો તેનો કડક દંડ રાખવાથી અને નબળા વિચાર કરનાર મનની ઝાટકણી કરવાથી મન ફરીથી તેવા હલકા વિચારમાં જતાં ડરે છે. પછી વિજાતીય તરફ નજર કરતાં આંખ અને મન થરથરે છે. અમુક સંયોગમાં વિજાતીય તરફ અજાણતા દૃષ્ટિ પડી જાય તો તરત જ મન આંખને પાછી ખેંચી લે છે. અનિવાર્ય કટોકટીના સંયોગમાં વિજાતીય તરફ જોવું જ પડે તો જોતાં પૂર્વે તેના પ્રત્યે “માતા-બહેનદીકરી'તરીકેની ભાવનાથી મન ભાવિત થઈને ત્યાં નજર જોડે છે અને પ્રયોજન પૂર્ણ થતાં તરત જ નજર પાછી ખેંચી લે છે.
(૧૪) સાવધાનીથી તેવા નિર્મળ ભાવથી પ્રવૃત્તિ કરવા છતાં કર્મવશ હલકા વિચાર જાગે તો “આ નબળા પરિણામો મને આત્મધર્મથી ભ્રષ્ટ કરનાર છે, ભૂલાવનાર છે, ભટકાવનાર છે, ભૂલાવામાં ચકરાવામાં પાડનાર છે, ભ્રાન્તિ-ભ્રમણા પેદા કરનાર છે, રખડાવનાર છે, ભવચક્રમાં ભ્રમણ કરાવનાર છે. ભૂંડામાં ભૂંડું અહિત-નુકશાન કરનાર છે, તકરાર કરાવનાર છે. તે સ્વયં તુચ્છ અને તકલાદી છે. કેવળ કર્મનું આ તોફાન છે, વિનશ્વર છે, વમળ અને વિકૃતિ છે. આ શલ્ય છે, રોગ છે, ભયંકર આગ છે, ભડભડતો દાવાનળ છે, જીવતી નરક છે. આ વિભાવ પરિણામો સ્વયં અનાથ અને અશરણ છે તો મારું શરણ-ટેકો કઈ રીતે બની શકે ? આ હલકા વિચારો સ્વયં દુ:ખરૂપ છે તો મને સુખનું સાધન કેવી રીતે થઈ શકે ? અસાર ૦ મનોરો નિશ્ચત્તે જ સમન્ત: | (યોજશાસ્ત્ર જીરૂ૮) . સલ્ત વામ વિસં યામી..... (ઉત્તરાધ્યયન – /) A. રસ ધ્રનું પરV... ( વારા - /૧/૧૮)
૧૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org