________________
વાછરડું ખીલાના જોરથી કુદે છે, મિયાં મસાલાના જો૨થી કુદે છે, તેમ મન પણ પોતાની વૃત્તિમાં આત્મરુચિ ભળવાથી કુદાકુદ કરે છે. આત્માની રુચિ મનોવૃત્તિમાં ભળતી બંધ થાય એટલે આપોઆપ મન શાંત-સ્થિર બની જાય. આત્મા મનોવૃત્તિની ઉપેક્ષા કરે તો મન આપોઆપ જીતાય. પણ આત્મા પોતાના સ્વરૂપને ભૂલીને તેમાં ભળવાની ભૂલ, મનના નાટકમાં એકાકાર થવાની કુટેવ છોડતો નથી. તેથી કર્મબંધ-ભવભ્રમણ-દુઃખદર્દ... બધું ચાલ્યા જ કરે છે.
(૧૨) “પોતાના મનને જાણે તે જ ખરા અર્થમાં સંયમી બની શકે. માટે મનોવૃત્તિમાં મળ્યા વગર, ભળ્યા વિના, તેનાથી અંદ૨માં છૂટા પડી, જાસૂસની જેમ ‘વર્તમાન ક્ષણે ચંચળ અને અસ્થિર મન *ક્યાં ક્યાં જાય છે ? ક્યા પ્રયોજનથી જાય છે ? શી શી ઈચ્છા અને અભિલાષા કરે છે ? તેનો ઉદ્દેશ શું છે ? ક્યા ક્યા સંકલ્પ-વિકલ્પ કરે છે ? શા માટે કરે છે ? મનમાં ઊંડે ઊંડે શું રહેલું છે ? ક્યા અવસરે તે પ્રગટ થાય છે ? અંદરની મેલી મુરાદ સફળ થવાના પ્રસંગમાં મન કઈ રીતે આત્માને તેનાથી અંધારામાં રાખીને છેતરે છે ? - એમ થોડી થોડી વારે ઉપરની ભૂમિકામાં પણ સાવધાનીથી તટસ્થપણે સૂક્ષ્મ અવલોકન કરવાની, વિવેકદૃષ્ટિએ તપાસ કરવાની, સજ્જડ ચોકી રાખવાની જરૂર છે.
આમ આત્મદૃષ્ટિથી મનનું નિરીક્ષણ અને પરીક્ષણ કરતાં તેની મેલી મુરાદ, કાળીમેશ પરિણતિ, અધમ વૃત્તિ, તુચ્છ પ્રયોજન, બગડેલી દૃષ્ટિ, હલકો આશય, વિકૃત ઉદેશ, છેતરામણી ભરેલી ગણતરી, તેનું સડી ગયેલ સમીકરણ, કાટ ખાઈ ગયેલ તાત્પર્ય અને તેની કોહવાઈ ગયેલી બેઢંગીકઢંગી વિકૃત જાત પકડાઈ જતાં મેલા મન પ્રત્યે આત્માનો ભરોસો ઉઠી જાય છે. આંખ મીંચીને મનની ચાલ મુજબ ચાલવાનો ઉત્સાહ આત્મામાંથી ઓસરી જાય છે. મનના દોરીસંચાર મુજબ થતી પ્રવૃત્તિમાં ભળી જવાનો
A
मणं परिजाणड़ से णिग्गंथे । ( आचारांग २/३/१५/७७८ ) છે. ફળમેવ આખ્ખું વિચાળિયા | (સૂત્રતાંગ શર||??) . યો યતો નિઃસતિ, મનશ્વવતસ્થિરમ્ ।
ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ॥ (अध्यात्मसार *. આભમનોમુળવૃત્તી, વિવિષ્ય યઃ પ્રતિષનું વિજ્ઞાનાતિા
कुशलानुबन्धयुक्तः प्राप्नोति ब्रह्मभूयमसौ || (अध्यात्मसार २०/२५) . स्वशरीरमनोऽवस्थाः पश्यतः स्वेन चक्षुषा । (सिद्धसेनीय द्वात्रिंशिका - १०/२)
Jain Education International
-
For Private & Personal Use Only
-
'I૬)
૧૨૧
www.jainelibrary.org